આ દેશનો કોવિડ સ્ટ્રેઇન છે જીવલેણ, એક મહિનામાં એક લાખ લોકોનાં થયા મોત, વધુ વિગતો જાણીને તમે પણ રાખો ખાસ ધ્યાન

ખુબ જ ઘાતક છે બ્રાઝીલ દેશનો કોરોના સ્ટ્રેન, ફક્ત એક મહિનાના સમયમાં જ એક લાખ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા.

image source

-એપ્રિલ માસના પ્રથમ બે દિવસ દરમિયાન જ ૪ હજાર વ્યક્તિઓના મૃત્યુ.

-એક્સપર્ટસ જણાવે છે કે, કોરોના વાયરસની આ લહેર હજી ભયાનક થવાની આશંકા.

-સતત વધતા જતા મૃત્યુઆંકના લીધે લોકો ભયભીત થયા છે.

બ્રાઝીલમાં ફક્ત એક મહિનાના સમયગાળામાં જ કોરોના વાયરસ સંક્રમણના લીધે ૧ લાખ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે.

image source

કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા બાદ મૃત્યુ વધારે ઝડપના લીધે બ્રાઝિલ દેશમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા ૪ લાખનો આંકડો પાર કરી લીધો છે. ત્યાં જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના લીધે મૃત્યુ પામનાર સંદર્ભમાં બ્રાઝિલ દેશ હજી પણ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે.

image source

કોરોના વાયરસ સંક્રમણની વૈશ્વિક મહામારીના લીધે એપ્રિલ મહિનામાં સૌથી વધારે વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવી દીધું છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનાના પ્રથમ બે દિવસના સમયગાળામાં જ ૪ હજાર કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા. ત્યાર બાદ દરરોજ અંદાજીત ૨૪૦૦ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારના રોજ ૩૦૦૧ કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાની માહિતી આપવામાં આવી છે. બ્રાઝિલ દેશનો કુલ મૃતક વ્યક્તિઓની સંખ્યા ૪,૦૧,૧૮૬ સુધી પહોચી ગઈ છે.

image source

બ્રાઝિલ દેશના સ્થાનિક સ્વાસ્થ્ય એક્સપર્ટસ દ્વારા કોરોના વાયરસ સંક્રમણના મામલે અને મૃત્યુની સંખ્યામાં ઘટાડા મામલે થોડાક સમય માટે રાહતનો શ્વાસ લીધો હતો, પણ એક્સપર્ટસને કોરોના વાયરસ સંક્રમણની અન્ય એક લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે. જે હાલમાં કેટલાક યુરોપીયન દેશોમાં જોવા મળી રહી છે. ઓનલાઈન રીસર્ચ વેબસાઈટ અવર વર્લ્ડ ઈન ડેટામાં જણાવ્યા મુજબ બ્રાઝિલ દેશમાં અત્યાર સુધીમાં ૬% કરતા ઓછા વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

image source

બ્રાઝિલ દેશના રાષ્ટ્રપ્રમુખ જેયર બોલસોનારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ સૌથી છેલ્લે કોરોના વાયરસની રસી મુકાવશે અને તેમણે કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અટકાવવા માટેના પ્રતિબંધો મામલે આખા દેશના મેયર અને ગવર્નર પર નિશાન તાક્યું છે. નોંધનીય બાબત છે કે, ભારત દેશમાં પણ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વધારે ઘાતક સાબિત થતી જઈ રહી છે. દેશની તમામ હોસ્પિટલ્સમાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટરની અછત વર્તાઈ રહી છે. ત્યારે આવા સમયમાં બ્રાઝિલ દેશનો આ નવો સ્ટ્રેન ભારત દેશ કરતા પણ વધારે ખતરનાક થઈ શકે છે. બ્રાઝિલ દેશના એક્સપર્ટસનું એવું કહેવું છે કે, જુન મહિના સુધી કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર આવવાની સંભાવના પણ સેવાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *