વિશ્વની મહસત્તાની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી કોરોનાએ, છીનવાઈ 7 લાખથી વધુની રોજગારી

વિશ્વની મહસત્તાની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી કોરોનાએ, છીનવાઈ 7 લાખથી વધુની રોજગારી

ચીનના વુહાન શહેરથી શરુ થયેલો કોરોના હવે વિશ્વભરના દેશ માટે મહામારી બની ચુક્યો છે. કોરોનાનો કહેર એવો છે કે તેણે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની કમર પણ તોડી નાંખી છે. વિશ્વની સૌથી મજબૂત અને સક્ષમ અર્થવ્યવસ્થા પણ કોરોના સામે ઘુંટણીએ થઈ ગઈ છે.

અમેરિકા દરેક રીતે વિશ્વના અનેક દેશોથી સક્ષમ હોવા છતાં વાયરસના કારણે અહીં 8000થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મેડિકલ ક્ષેત્રે પણ અમેરિકા સૌથી વધુ સક્ષમ હોવા છતાં કોરોના સામે તે નબળુ પડ્યું છે. લોકો ટપોટપ બીમાર થઈ રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો હોવાથી અમેરિકામાં પણ લોકડાઉન જેવી સ્થિતિ છે.

image source

આ સ્થિતિના કારણે વિશ્વની મહાસત્તા એવી અમેરિકાની અર્થવ્યવસ્થા ભયંકર રીતે પ્રભાવિત થઈ છે. આ વાતનું ઉદાહરણ છે કે માર્ચ માસમાં જ એક મોટી કંપનીએ એક સાથે અનેક કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરી દીધા હતા.

સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા અનુસાર માર્ચમાં અમેરિકામાં 7 લાખથી વધુ રોજગાર ઘટ્યો છે. કોરોનાની મહામારીના કારણે અહીં બેરોજગારી દર વધી ગયો છે અને તેનો આંકડો 4.4 ટકા છે. કોરોનાના કારણે અમેરિકાને જે નુકસાન થયું છે તે આટલું જ નથી. અહીં મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર થયા છે, સૂત્રો જણાવે છે કે એપ્રિલ માસના અંત સુધીમાં આ આંકડો વધી શકે છે. આ જ કારણ છે કે અમેરિકામાં ટ્રંપએ સંપૂર્ણ લોકડાઉન સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. લોકડાઉન જાહેર કર્યા વિના પણ અમેરિકાની અર્થ વ્યવસ્થા નબળી પડી છે.

image source

ઉલ્લેખનીય એ પણ છે કે કોરોનાના કેસમાં જે વધારો થઈ રહ્યો છે તેને જોતાં રાષ્ટ્રપતિ ટ્રંપએ વડાપ્રધાન મોદીની મદદ માંગી છે. તેમણે કોરોનાના કેસમાં ઘટાડો કરવા અને લોકોના જીવ બચે તે માટે ભારતને હાઈડ્રોક્સીક્લોરિક્વીન દવાની મદદ કરવા અનુરોધ કર્યો છે. આ વાત સાબિત કરે છે કે કોરોનાને રોકવા ભારતમાં જે પગલાં લેવાયા છે તેની નોંધ અને સરાહના અમેરિકાએ પણ કરી છે.

દવાની મદદ માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. જે દવાની માંગ અમેરિકા કરી રહ્યું છે તેની સકારાત્મક અસર કોરોનાના દર્દીઓ પર જોવા મળી છે. ખાસ વાત એ પણ છે કે ભારત આ દવાના સૌથી મોટા નિકાસકારમાંથી એક છે. આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવાર માટે કરવામાં આવે છે. તે ખૂબ જૂની દવા છે. પરંતુ આ દવા કોરોનાના દર્દીઓ પર પણ સારી અસર કરે છે.

જે દવા અમેરિકા માંગી રહ્યું છે તે દવાની નિકાસ પર રોક મુકવામાં આવી છે. કારણ કે ભારતમાં પણ આ દવાના જથ્થાની જરૂર પડશે તેવી સંભાવનાના કારણે હાલ દવા ભારત માટે સંગ્રહ કરવામાં આવશે. જ્યારે પુરતા પ્રમાણમાં દવાનો સ્ટોક તૈયાર થઈ જશે ત્યારબાદ નિકાસ પરની રોક હટાવવામાં આવશે અને તેની નિકાસ કરવામાં આવશે. કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી 25 માર્ચથી આ દવાની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.