શિયાળામાં સફેદ વાળ માટે મહેંદી નહીં તો કરો આ ઉપાય, મળશે ચપટીમાં રિઝલ્ટ

સફેદ વાળ કોઈ પણ મહિલાની સુંદરતામાં ડાઘ સમાન છે. મહિલાઓ સફેદ વાળ છુપાવવા ખાસ કરીને મહેંદીનો ઉપયોગ કરે છે. પણ જો તમે શિયાળાની ઠંડી સીઝનમાં મહેંદી કે અન્ય કેમિકલવાળા કલરને લગાવવાનું પસંદ નથી કરતા તો તમારા મોટી સમસ્યા આવી જાય છે કે આ સફેદ વાળને છુપાવવા કઈ રીતે. આ સમસ્યાના નિવારણ માટે અમે અન્ય એક ઉપાય લાવ્યા છીએ.

image source

શિયાળામાં તમે મહેંદી કે કલરને અવોઈડ કરો અને ટેમ્પરરી કલરનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઠંડીમાં મહેંદી નથી લગાવતા તો આ સરળ ટિપ્સનો ઉપયોગ કરી લો. તેનાથી પણ તમને સુંદર રિઝલ્ટ મળશે.

હેર મસ્કરા

image source

શિયાળામાં વાળને કાળા કરવા માટે હેર મસ્કરા અસરકારક ઉપાય છે. તે ખાસ કરીને ક્રેયોનની જેમ કામ કરે છે. વાળને સ્ટ્રેડ્સને સ્ટ્રીક કરવામાં અને સફેદ વાળને છુપાવવામાં મદદ કરે છે. હેર મસ્કરાને લગાવવાનું અને હટાવવાનું ઘણું સરળ છે. જ્યારે તમે સામાન્ય રીતે હેર વોશ કરો છો ત્યારે તે સરળતાથી નીકળી જાય છે.

હર્બલ હેર કલર

image source

શિયાળામાં પણ જો તમે વાળમાં મહેંદી લગાવો તો ઓછામાં ઓછા 2 કલાક રાખવી પડે છે અને કલર અડધો કલાક સુધી. જેનાથી ઠંડી લાગવાના ચાન્સ વધી જાય છે. શિયાળામાં મહેંદીને બદલે હર્બલ હેર કલર લગાવો. તેનાથી તમે 20 મિનિટમાં વાળ ધોઈ શકો છો. આ કલરનો ઉપયોગ કરીને તમે શિયાળામાં તમારા સફેદ વાળ છુપાવી શકો છો.

હર્બલ ટચ અપ

image source

બ્લેક અને બ્રાઉન હેર માટે હર્બલ હેર ટચ અપ સરળતાથી મળી રહે છે. આ નેચરલ રહે છે અને વાળને નુકસાન થતું નથી.

નેચરલ હેર માસ્ક

image source

જો તમે શિયાળામાં મહેંદી લગાવવાનું ટાળો છો તો તમે નેચરલ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જો તમે વાળને રેડ કલર આપવા ઈચ્છો છો તો બીટનો ઉપયોગ બેસ્ટ રહે છે. તેની પેસ્ટ વાળમાં લગાવો અને વાળને ડાર્ક બ્રાઉન કે રેડ શેડ આપી શકો છો.

image source

તો આજથી જ શિયાળાની સીઝનમાં તમે મહેંદી કે હેર કલરના બદલે આ રીતનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત