હવે પ્લેન કરતા પણ ટ્રેનમાં મળશે આ મસ્ત સુવિધાઓ, જાણી લો અને લેવાનું ચુકતા નહિં આ ફેસિલિટી, નહિં તો પસ્તાવો થશે

જો તમે પણ ટ્રેનોમાં મુસાફરી કરવાના શોખીન હોય તમે અનુભવ્યું જશે કે ઘણી વખત ટ્રેન અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થાય એટલે મોબાઈલ કનેક્શન છૂટી જાય છે અને તેના કારણે પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ હોવા છતાં યાત્રિકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા હવે ભારતીય રેલવે તંત્રએ કમર કસી છે અને ટ્રેનોમાં જ મુસાફરોને વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે.

image soucre

ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને હવે રેલવે વિભાગ તરફથી જ WiFi ની સુવિધા મળી શકશે. આ માટે ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં જ ટ્રેનોમાં WiFi ઇન્સ્ટોલ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. જો કે આ સુવિધા હાલ દરેક ટ્રેનો માટે ઉપલબ્ધ નથી. અલબત્ત રાજધાની, દૂરંતો અને શતાબ્દી ટ્રેનોમાં જ ઉપલબ્ધ થશે.

image source

વિસ્તૃત માહિતી મુજબ ભારતીય રેલવે દ્વારા દેશભરમાં દૂરંતો, શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં વાઈ ફાઈની સુવિધા આપવા માટે ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે અને આ ટ્રેનો પૈકી મુરાદાબાદ રેલવે વિભાગમાંથી પસાર થતી બે શતાબ્દી અને બે રાજધાની એક્સપ્રેસ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

55 કરોડ રૂપિયાની કરાઈ છે જોગવાઈ

image source

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત શતાબ્દી, રાજધાની અને દૂરંતો ટ્રેનોમાં વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું 55 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ નાણાંની જોગવાઈ માંથી દેશભરની અંદાજે 50 રાજધાની, દૂરંતો અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં વાઈ ફાઈ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

બજેટની અંદાજે 50 ટકા રકમ પ્રથમ તબક્કામાં વપરાશે

image source

ઉલ્લેખનીય છે કે શતાબ્દી, રાજધાની અને દૂરંતો ટ્રેનોમાં વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું જે 55 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવવામાં આવ્યું છે તેના પ્રથમ તબક્કામાં અંદાજે 27 કરોડ રૂપિયા 31 માર્ચ 2022 પહેલા ટ્રેનોમાં વાઈ ફાઈ ઇન્સ્ટોલ કરવા પાછળ ખર્ચ કરવામાં આવશે. ભારતીય રેલવેએ આ વાઈ ફાઈ માટેનું કામ રેલટેલ કંપનીને આપ્યું છે. મુરાદાબાદ રેલવે વિભાગના મુખ્ય જન સંપર્ક અધિકારી દિપક કુમારે જણાવ્યું હતું કે શતાબ્દી, રાજધાની અને દૂરંતો ટ્રેનોમાં ટૂંક સમયમાં જ વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ થવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!