અભિષેકે કહ્યું કે..” મોસ્ટ બ્યુટીફૂલ ઐશ્વર્યા સાથે લગ્ન પછી તો…આખરે કેમ અભિષેકે એશ વિશે કહી દીધું આવું

ઘણા સમય સુધી એકબીજાના પ્રેમમાં પડ્યા અને એકબીજાને ડેટ કર્યા પછી, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને એપ્રિલ 2007માં લગ્ન કરી લીધા હતા. જ્યારથી બંનેએ લગ્ન કર્યા છે ત્યારથી એવી ખબર અને અફવાઓ સામે આવી છે કે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે એટલા માટે લગ્ન કર્યા કારણ કે એ અમિતાભ બચ્ચનનો દીકરો છે. ઘણીવાર અભિષેક સૌથી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરવાના કારણે ટ્રોલ પણ થયા છે.

image source

ઐશ્વર્યા રાય આ અફવાઓ પર હંમેશા મૌન જ રહી છે જ્યારે અભિષેક બચ્ચને એકવાર વર્ષ 2014માં આ વિશે વાત કરી હતી. 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા પછી ઐશ્વર્યા રાય લાખો ફેન્સના દિલો પર રાજ કરી રહી છે અને એમને પૃથ્વી પર સૌથી સુંદર સ્ત્રી માનવામાં આવે છે.

image source

વર્ષ 2014માં અભિષેક બચ્ચન કોફી વિથ કરણ શોમાં આવ્યા હતા અને ત્યારે એમને આ બધી જ વસ્તુઓ વિશે વાત કરી હતી. જ્યારે કરણે એક્ટરને પૂછ્યું હતું કે શું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાથી એમને કોઈ પ્રકારની ઇનસિક્યોરિટીનો અહેસાસ થઈ રહ્યો છે, એના પર એક્ટરે ના માં જવાબ આપ્યો હતો. અભિષેકે શો દરમિયાન કહ્યું હતું કે ,”મને વિશ્વાસ છે કે એ મારા માટે છે અને એ પૃથ્વી પર સૌથી સુંદર છે. હું દરરોજ પોતાજે અરીસામાં જોઉં છું અને આ મારા માટે એક ભયાનક નઝારો હોય છે. એટલે હું કોઈ કોમ્પિટિશન નથી કરી રહ્યો, હું કોમ્પિટિશન કરી પણ નથી શકતો. એટલે એ અમે સાથે છે એનું કારણ નથી.

image source

અભિષેક બચ્ચને પોતાની પત્ની ઐશ્વર્યા રાયના વખાણ કરતા કહ્યું હતું કે એ જમીન સાથે જોડાયેલી સ્ત્રી છે. લોકો એવું સમજે છે કે ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનના દીકરા હોવાના કારણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ વાત પર એક્ટરે કહ્યું કે “એમને મારી સાથે એટલા માટે લગ્ન નથી કર્યા કારણ કે હું એક ફિલ્મ સ્ટાર છું કે હું બચ્ચન પરિવારનો ભાગ છું અને ના મેં એની સાથે એટલા માટે લગ્ન કર્યા છે કારણ કે એ પૃથ્વીની સૌથી સુંદર સ્ત્રી છે કે પછી સૌથી મોટા કલાકારોમાંથી એક છે.

image source

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ક્યારેય આ અફવાઓને પોતાના સંબંધમાં આગ નથી લગાવવા દીધી. એ પોતાના પ્રેમ અને રોમાન્સના કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચનને ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે અને એમના કરિયરની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવે છે પણ એકટર આ વાતથી બિલકુલ હેરાન નથી થતા પણ એ ઘણી વખત ટ્રોલરને સામે જવાબ આપતા પણ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!