નવા નિયમોને કારણે હવે Yahoo ભારતમાં નહિ આપે આ સર્વિસ

ગૂગલની જેમ જ અમેરિકન વેબ સર્વિસ પ્રોવાઇડર યાહૂ પણ એક વૈશ્વિક સ્તરની કંપની છે. ગૂગલની જેમ જ યાહૂ પણ પોતાના યુઝર્સને સર્ચ એન્જીન એકસ્પિરિયન્સ, ઇ મેલ સર્વિસ અને અન્ય કન્ટેન્ટ પુરી પાડે છે. હાલના સમયમાં પણ ભારતમાં યાહૂ નો નોંધપાત્ર ચાહક વર્ગ છે.

અમેરિકન વેબ સર્વિસ પ્રોવાઇડર યાહૂ એ ગુરુવાર 26 ઓગસ્ટના રોજથી ભારતમાં તેની અમુક સર્વિસ બંધ કરી દીધી છે. જેના કારણે આખા દેશમાં યાહૂ દ્વારા કન્ટેન્ટનું પબ્લિકેશન બંધ થઈ ગયું છે. જો કે ટેક કંપની વેરિઝોન મીડિયાની ઓનરશીપ ધરાવતા વેબ પોર્ટલએ પોતાના યુઝર્સને આશ્વાસન આપ્યું હતું કે તેના યાહૂ અકાઉન્ટ, ઈ મેલ અને સર્ચ એકસ્પિરિયન્સ કોઈપણ પ્રકારે પ્રભાવિત નહિ થાય.

image source

યાહૂ એ ભારતમાં ડિજિટલ કન્ટેન્ટને ઓપરેટ અને પબ્લિશ કરનારી મીડિયા કંપનીઓના વિદેશી સ્વામીત્વ એટલે કે ફોરેન ઓનરશીપને સીમિત કરવાના નવા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI રુલ્સના કારણે ભારતમાં પોતાની ન્યૂઝ વેબસાઈટને બંધ કરી દીધી છે. આ વેબસાઈટમાં યાહૂ ન્યૂઝ, યાહૂ ક્રિકેટ, ફાયનાન્સ, એન્ટરટેઇનમેન્ટ અને મેકર્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. યાહૂ.વેબસાઈટ દ્વારા એક નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ” 26 ઓગસ્ટ 2021 થી યાહૂ ઇન્ડિયા હવે કન્ટેન્ટ પબ્લિશ નહિ કરે. તમારા યાહૂ અકાઉન્ટ, મેલ અને એકસ્પિરિયન્સ કોઈપણ રીફે પ્રભાવિત નહિ થાય અને પહેલાની જેમ જ કામ કરશે. અમે આપના સહયોગ અને રીડર્સનો આભાર માનીએ છીએ.

image source

યાહૂ વેબસાઈટ પર મોટાભાગે પૂછવામાં આવતા FAQ અનુસાર, કંપનીએ આખા દેશમાં યાહૂ ના કન્ટેન્ટ ઓપરેશનને બંધ કરવાની સાથે ભારતમાં બધા કન્ટેન્ટના પબ્લિકેશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. યાહૂ એ જણાવ્યું હતું કે ” ભારતમાં કંપનીના ઓપરેશન દેશના નિયામક કાનૂનમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે પ્રભાવિત થયા છે. જે હવે ભારતમાં ડિજિટલ કન્ટેન્ટને ઓપરેટ અને પબ્લિશ કરનાર મીડિયા કંપનીઓના વિદેશી સ્વામીત્વને સીમિત કરે છે. ”

image source

ડિજિટલ ન્યૂઝ મીડિયા આઉટલેટ્સમાં 26 ટકાથી વધુની વિદેશી ફન્ડિંગને સીમિત કરતા નિયમોમાં ફેરફારના કારણે વેરિઝોન મીડિયાએ યાહૂ ઇન્ડિયાના ઓપરેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. US ટેક પ્રમુખ વેરિઝોનને 2017 માં યાહૂ નું અધિગ્રહણ કર્યું હતું. નવા આઇટી નિયમોનો અર્થ એ છે કે યાહૂ ઇન્ડિયાને દેશમાં ન્યૂઝ અને કન્ટેન્ટ અફેયર્સ બિઝનેસ ઓપરેટ કરવા માટે એક નિયત ટાઇમલાઈન અંદર પોતાના પુરા મીડિયા બિઝનેસને રીસ્ટ્રક્ચર કરવું પડશે.

image source

છેલ્લા બે દશકામાં ભારતમાં પોતાના બધા યુઝર્સનો સપોર્ટ અને ભરોસા માટે આભાર વ્યક્ત કરતા યાહૂ એ એ વાત દોહરાવી હતી કે આ ફેરફાર યાહૂ મેલ અને યાહૂ સર્ચને પ્રભાવિત નહીં કરે. તેણે જણાવ્યું કે ” ભારતમાં પહેલાની જેમ કોઈ બદલાવ વિના યાહૂ યુઝર્સને સર્વિસ આપવાનું ચાલુ રાખશે.”