એલર્ટઃ મોબાઈલ યુઝરો માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં બદલાઈ રહ્યા છે આ નિયમો

ગૂગલની નવી પોલિસી (Google New Policy) 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહી છે. આ પોલિસી.અંતર્ગત ફેક કન્ટેન્ટને પ્રમોટ કરતી એપ્સ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

image source

મોબાઈલ યુઝર્સ માટે આગામી સપ્તાહ દરમિયાન એટલે કે 1 સપ્ટેમ્બર 2021 થી 5 નવા નિયમો બદલાઈ રહ્યા છે. અને તેનો સીધો પ્રભાવ તમારા ખિસ્સા પર પડશે. નવા નિયમો અનુસાર જો તમે તમારા ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) નો ઉપયોગ કરતા હોય તો હવે તમારે તેનું મોંઘું રિચાર્જ કરાવવું પડશે. સાથે જ અમેઝન, ગુગલ, ગુગલ ડ્રાઇવ, જેવી સેવાઓ માટેના નિયમો પણ બદલાઈ રહ્યા છે. આ ફેરફાર 1 તથા 15 સપ્ટેમ્બર 2021 થી લાગુ થઈ રહ્યા છે. નિયમોમાં બદલાવ બાદ મોબાઈલ યુઝર્સને અનેક સેવાઓ માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

ફેક કન્ટેન્ટને પ્રમોટ કરતી એપ્સ પર આવશે પ્રતિબંધ

image source

ગૂગલની નવી પોલિસી (Google New Policy) 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહી છે. આ પોલિસી.અંતર્ગત ફેક કન્ટેન્ટને પ્રમોટ કરતી એપ્સ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. ગુગલે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલોપર્સ તરફથી લાંબા સમય સુધી ઉપયોગમાં ન આવેલ એપ્સ બ્લોક કરો દેવામાં આવશે. અસલમાં ગુગલ પ્લે સ્ટોરના નિયમોને પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે. બીજી.તરફ ગૂગલ ડ્રાઇવ યુઝરોને 13 સપ્ટેમ્બરના રોજ નવું સિક્યુરિટી અપડેટ મળશે. જેના કારણે પહેલાની સરખામણીએ વધુ સુરક્ષિત થઈ જશે.

ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપશ્ન થશે મોંઘુ

image source

ભારતમાં OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપશન 1 સપ્ટેમ્બર 2021 થી મોંઘુ થઈ જશે. ત્યારબાદ યુઝરને બેઝ પ્લાનમાં 399 રૂપિયાના બદલે 499 રૂપિયા આપવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો યુઝરને 100 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે. એ સિવાય 899 રૂપિયામાં યુઝર બે ફોનમાં એપ ચલાવી શકશે. સાથે જ સબસ્ક્રીપશ્ન પ્લાનમાં HD ક્વોલિટી પણ મળશે. એ સિવાય 1499 રૂપિયામાં 4 સ્ક્રીન પર આ એપ ચલાવી શકાશે.

અમેઝોન લોજીસ્ટિક કોસ્ટમાં કરશે વધારો

image source

અમેઝોન ડીઝલ અને પેટ્રોલની કિંમતો વધવાને કારણે લોજીસ્ટિક કોસ્ટમાં વધારો કરી શકે છે. આ કારણે 1 સપ્ટેમ્બર 2021 થી અમેઝોનનો માલસામાન મોંઘો થઈ જશે. એટલે 500 ગ્રામના પેકેજ માટે યુઝરે 58 રૂપિયા આપવા પડી શકે છે. જ્યારે રિઝનલ કોસ્ટ 36.50 રૂપિયા થશે.

છેતરપીંડી કરનારી પર્સનલ લોન એપ પર પ્રતિબંધ

image soucre

ગુગલ પ્લે સ્ટોર માટે 15 સપ્ટેમ્બર 2021 થી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નિયમો અંતર્ગત લોન અપાવવાના નામે છેતરપીંડી કરતી શોર્ટ પર્સનલ લોન એપ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે. આવી લગભગ 100 એપ્સને લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ ગુગલ તરફથી આવી એપ્સ માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.