હેટ્રિકઃ ગુજરાતમાં મુખ્યમંત્રીના અચાનક રાજીનામાં લેવાનો ભાજપનો સીલસીલો, જાણો પહેલા 2 વ્યક્તિઓના નામ પણ

ગુજરાતનાં રાજકારણમાં ફરી એકવાર જૂના ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. આ વખતે પણ ચાલુ કાર્યકાળ વચ્ચે જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે રાજ્યપાલને મળવાનો સમય લીધો હતો. તેઓ મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા ગયા હતા અને તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું હતું.

image source

જો કે આ પહેલી વખત નથી કે રાજ્યમાં અચાનક ચાલુ કાર્યકાળ વચ્ચે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હોય અને નવા મુખ્યમંત્રીએ કાર્યકાળ સંભાળ્યો હોય. આ પહેલા પણ આ ઘટનાક્રમ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં બની ચુક્યો છે. આ પહેલા વર્ષ 2016માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ જ રીતે રાજીનામું આપ્યું હતું. તે સમયે રાજીનામા પાછળ જવાબદાર ઘટના પાટીદાર આંદોલન હતી. તેમની પણ પહેલા વર્ષ 2001માં કેશુભાઈ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું.

image source

જો કે આજે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે ભાજપની આ પરંપરા છે કે નવા ચહેરાને જવાબદારી મળતી રહે છે. ગુજરાતના મુખ્યમંત્રીઓના રાજીનામાની ઘટનાઓ પર નજર કરીએ તો આ ઘટનાક્રમ શરુ થયો હતો સ્વ. કેશુભાઈ પટેલના કાર્યકાળથી. આજે વિજય રૂપાણીએ રાજ્યપાલને મળી અને રાજીનામું આપ્યું હતું જ્યારે કેશુભાઈ પટેલે 2001માં દિલ્હી ગયા હતા અને ત્યાંથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. આ સિવાય 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની સત્તાવાર જાહેરાત કરી હતી.

કેશુભાઈ પટેલ

image source

વર્ષ 2001માં સંગઠનમાં તત્કાલીન મુખ્યમંત્રી સામે બળવો થયો હતો. તેમના રાજીનામાનું કારણ વર્ષ 2000માં સાબરમતી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી બની હતી. આ ઉપરાંત તે સમયે ભાજપને સાબરકાંઠા લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ બાદ કેશુભાઈને દિલ્હીથી તેડુ આવ્યું હતું અને 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ તકે તેમણે ખરાબ તબિયતનું કારણ જણાવ્યું હતું.

આનંદીબેન પટેલ

image source

આનંદીબેન પટેલે રાજભવન ખાતે મંત્રીઓ આવ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. જો કે આ વખતે રાજીનામાની પેટર્ન અલગ હતી કારણ કે તેમણે બે દિવસ પહેલા ફેસબુક પર તેમને જવાબદારીમાંથી મુક્ત કરો તેવી પોસ્ટ કરી હતી. ત્યાર બાદ મળેલી બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું.