યામીએ લગ્નમાં પહેરી 33 વર્ષ જૂની સાડી, મેકઅપ અને ફેશનને લઈને આ છે સીક્રેટ્સ

યામી ગૌતમે હાલમાં નિર્દેશક આદિત્ય ઘરની સાથે લગ્ન કર્યા છે. યામીએ આ લગ્ન ખૂબ જ સીક્રેટ રીતે કર્યા છે. 4 જૂને એક ફેમિલિ ફંક્શનમાં આદિત્ય અને યામીએ સાત ફેરા લઈ લીધા છે. યામીના લગ્નની સાદગી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના વેડિંગ લૂકને પણ લોકો પસંદ કરી રહ્યા છે. એવામાં હવે એક્ટ્રેસની વેડિંગના સ્પેશ્યલ સીક્રેટ્સ સામે આવી રહ્યા છે.

યામીએ લગ્નમાં જ્યાં સિંપલ મેકઅપની સાથે સિલ્કની સાડી પહેરી હતી તો તમને જણાવી દઈએ કે યામીએ પોતાના લગ્નમાં માતા અંજલીની 33 વર્ષ જૂની ટ્રેડિશનલ સિલ્કની સાડી પહેરી હતી. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર એક્ટ્રેસ માની સાડીની સાથે સાથે પોતાની નાનીએ આપેલો રેડ મેચિંગ દુપટ્ટો પણ પહેરેલી જોવા મળી હતી.

image source

એક્ટ્રેસનો મેકઅપ

મળતી માહિતી અનુસાર એક્ટ્રેસના વેડિંગ મેકઅપ કોઈ આર્ટિસ્ટે નહીં પણ એક્ટ્રેસે પોતે સેટ કર્યો હતો. માતાની સાડીની સાથે નાનીએ આપેલા દુપટ્ટાને પણ યૂઝ કર્યો હતો. એટલું નહીં એત્ટ્રેસની હેર સ્ટાઈલ પણ બહેન સુરીલી ગૌતમે કરી હતી. ફેન્સ યામીના લગ્નના આ સીક્રેટ્સ જાણીને હેરાન છે. જે રીતે લગ્નમાં યામી જોવા મળી રહી છે તેની સ્ટાઈલથી લાખો કરોડોનો ખર્ચ કરીને પણ એક્ટ્રેસ તૈયાર થતી નથી. એક વાર ફરીથી યામીની સાદગી ફેન્સનું દિલ જીતી ચૂકી છે.

કઈ જગ્યાએ અને કેવી રીતે થયા યામી ગૌતમના લગ્ન

image source

યામીના લગ્ન દેવદારના ઝાડની સામે થયા છે. મંડપને ગેંદાના ફૂલોથી અને કેળાના પાનથી સજાવાયો હતો. લગ્ન બાદથી અનેક વાર યામી પોતે પોતાના લગ્નના ફોટોઝ શેર કરી રહી છે. ફોટોમાં યામી ફૂલ ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની ટ્રેડિશનલ ફોટો જોઈને ફેન્સ તેમનાથી પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે આદિત્ય અને યામીએ પોતાના અફેર અને લગ્નને પણ સીક્રેટ રાખ્યા હતા.

કેટલા લોકો લગ્નમાં થયા હતા સામેલ

image source

તમને જાણીને નવાઈ લાગશે પણ યામી અને આદિત્યના લગ્નમાં ફક્ત 18 લોકો સામેલ થયા હતા. એક્ટ્રેસ યામી ગૌતમ હિમાચલના બિલાસપુરની રહેવાસી છે. તમને જણાવી દઈએ કે ઉરી ફિલ્મથી આદિત્યએ ડાયરેક્શનમાં સ્ટેપ લીધું અને સાથે આ ફિલ્મમાં વિક્કી કૌશલના સિવાય યામી ગૌતમ એક ખાસ રોલમાં જોવા મળી હતી. વાત જો યામીના અપકમિંગ પ્રોજેક્ટ્સની કરીએ તો યામી ભૂત પોલિસ, એ થર્સડે અને દસવીં મા જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!