‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’, ખેતીથી લઈ ખાખી સુધીની ગરીબ યુવતીની સફર

આપણે કહેવાય છે ને કે સફળતાનો કોઈ શોર્ટ કટ હોતો નથી. જો તમારે જીવનમાં કઈક કરવું હોય તો આકરી મહેનત કરવી પડે. આવી જ એક સંઘર્ષની કહાની સામે આવી છે વઢવાણ વિસ્તારમાં. જ્યાં વઢવાણના એક ગરીબ પરિવારની યુવતીએ સ્કૂલમાં ભણતી વખતે પોલીસમાં ભરતી થઈ દેશની સેવા કરવાનું નકકી કર્યું હતું. જો કે બીજી તરફ આર્થિક, સામાજિક અને શારીરિક મર્યાદાઓ પણ હતી પરંતુ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તેવી રીતે આ યુવતીએ પણ અડચણોને પગથીયા બનાવી સફળતાના શીખરો સર કર્યા.

વઢવાણની વંદના પરમારની તસવીર - Divya Bhaskar
image source

આ સંઘર્ષભરી કહાની વિશે વિગતે વાત કરીએ તો, વઢવાણની વંદના પરમાર હાલમાં સુરેન્દ્રનગર પોલીસના બી-ડિવિઝનમાં ફરજ નિભાવી રહી છે. તો બીજી તરફ વંદનાના પિતા ખાનજીભાઈ પેઇન્ટર તરીકે કામ કરે છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક સંકડામણના કારણે તેમના પત્ની ગૌરીબેને દીકરીના અભ્યાસ માટે કારખાનામાં પણ કામ કર્યું હતું. નોંધનિય છે કે નાનપણથી અભ્યાસમાં હોશિયાર વંદનાએ Bsc.Bed કર્યા બાદ મહિલાઓ સાથે અત્યાચારના વધતા કેસો જોઇને પોલીસમાં ભરતી થવાનું નક્કી કર્યું.

image source

પરંતુ આ સહેલુ નહોતુ આર્થિક સંકડામણને કારણે તેમણે ભણતરનો ખર્ચ કાઢવા માટે ખેતરમાં કાળી મજૂરી પણ કરી અને સિલાઇકામ અને પાર્લરમાં પણ કામ કર્યું. નોંધનિય છે કે, દરરોજ ઘરકામ સાથે તે નિયમિત વાંચન કરતી. તો બીજી તરફ ફીઝિકલી ફીટ રહેવા માટે વહેલી સવારે રનિંગ પણ કરતી. આ ઉપરંતા પરિવારને મદદરૂપ થવા બાળકોને કોચિંગ આફવાનું કામ પણ કરતી હતી. તમને જણાવી દઈએ કે, પોલીસ ભરતીના બે ટ્રાયમાં નિષ્ફળતા મળ્યા બાદ 2018-19માં વંદનાને સફળતા મળી હતી.

image source

નોંધનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 8 મહિના ટ્રેનિંગ લીધા બાદ ગયા મે મહિનામાં તેને પોસ્ટિંગ મળ્યું હતું. આ અંગે વંદનાએ કહ્યું કે, મારી સફળતા પાછળ મારા માતા-પિતાનો સંઘર્ષ છે. વંદનાનાએ જણાવ્યું હતું કે, માતા-પિતાના સંઘર્ષ અને સંસ્કારથી પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવાની તક મળી છે. નોંધનિય છે કે, એક સમય એવો હતો જ્યારે વંદનાનું વજન 68 કિલો હતું જેના કારણે તે વ્યવસ્થિત દોડી શકતી ન હોતી. જેથી વજન ઘટાડવા માટે તેમણે નિયમિત સવારે દોડવાનું શરૂ કર્યું. તેના કારણે ઘણીવાર તે ઘાયલ પણ થઈ ત્યાં સુધી કે હાથમાં લોહી નીકળતું. તેમ છતાં તે હિંમત હાર્યા વિના સંઘર્ષકરતી રહી.

image source

એટલુ દજ નહીં વજન ઘટાટાડવા માટે કસરતમી સાથે સાથે તેમણે આહારમાં પણ ફેરફાર કર્યા અને ચાનો ત્યાગ કર્યો, આ ઉપરાંત મગ ખાવાનું શરૂ કર્યુ. જીમ અને યોગ શરૂ કરીને છેવટે વજન ઘટાડીને 60 કિલો કરવામાં સફળતા મળી હતી. આ અંગે વંદનાનું કહ્યું, આર્થિક, સામાજિક પછાતપણાથી બહાર આવવાનો ઉપાય શિક્ષણ છે. તેમણે કહ્યું કે જો તમારે કઈક મેળવવુ હોય તો શિક્ષણ અનિવાર્ય છે તેથી તેમણે દરેક લોકોને શિક્ષણ લેવાનો આગ્રહ કર્યો હતો. નોંધનિય છે કે વંદનાનો નાનો ભાઈ પણ પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!