Video: હલ્દી ફંકશનમા ચમકી રહી છે યામિ ગૌતામી, બાબાની આ મલિકાને જોઇને ચમકી જશે તમારો પણ દિવસ

મિત્રો, જ્યારે પણ આપણા ફિલ્મજગતના પસંદીદા કલાકાર સાથે કોઈ વિશેષ ઘટના ઘટે ત્યારે તેમના વિશે જાણવાની આપણી આતુરતા ખુબ જ વધી જાય છે. ત્યારે આજે આ લેખમા પણ આપણે ફિલ્મજગતની એક ખુબ જ સારી એવી ઉત્કૃષ્ટ કલાકારના જીવન સાથે સંકળાયેલ એક વિશેષ ઘટના વિશે ચર્ચા કરીશુ.

ફિલ્મજગતમાં ખુબ જ નાની ઉમરે અભિનય ક્ષેત્રે સારી એવી નામના કમાવનાર યામિ ગૌતમી હાલ લગ્નના બંધને બંધાવા જઈ રહી છે ત્યારે આજે અમે તમને તેમના લગ્ન સાથે જોડાયેલ એક પારંપરિક વિધિ હલ્દીના અમુક અન્સીન ફોટોસ અને વિડિયોઝ શેર કરી રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

યામીએ ગઈકાલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના હલ્દી સમારોહની એક વિશેષ પોસ્ટ શેર કરી હતી. વિડિયોમાં યામીના પપ્પા તેમની પુત્રીના ચહેરા પર હલ્દી લગાવતા જોઇ શકો છો. આ ક્લિપમા તે ખુબ જ લાગણીશીલ બની ગયા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. તેણે કેપ્શન આપ્યું, “ આખરે લગ્નની ક્ષણ નજીક આવી ચુકી છે અને મે મારા કેમેરા શાય પિતા સાથે ઘણી બધી સારી એવી ક્ષણો કેદ કરી છે.”

મારા અમેઝિંગ પાપાને જન્મદિવસની શુભેચ્છા અને તમારી નોન સ્ટોપ કોમેંટ્રી બધાને ફ્રેમમાં એકસાથે હાજર હોવા કરતાં વધુ અગ્રણી છે. ખરેખર આ વિડીયોમા એક પિતા-પુત્રીના પ્રેમની જે અદ્ભુત ક્ષણ જોવા મળી રહી છે તે જોઇને આશ્ચર્યની સીમા નો પાર જ નથી રહેતો.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

યામી ૪ જૂનથી ફિલ્મ નિર્માતા આદિત્યનાથ સાથે જોડાયેલી હતી અને ત્યારથી જ અમે તેમની લવ સ્ટોરી સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હતા અને છેવટે આજે આ અભિનેત્રીએ પોતાની પ્રેમગાથાનુ રહસ્ય ખોલ્યુ. તેણીએ જણાવ્યુ કે, તે કેવી રીતે આદિત્યના પ્રેમમા પડી.

તેણે કહ્યુ કે, “ આ પ્રેમગાથાની શરૂઆત ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક-૨૦૧૯ ના પ્રમોશન દરમિયાન હતી. અમે ત્યારે જ પહેલીવાર મળ્યા અને વાત કરવાનું શરૂ કર્યું.” જો કે, અભિનેત્રીએ કહ્યું કે, તેણી તેને ડેટિંગનો સમયકાળ નથી ગણાતી પરંતુ, બંને વચ્ચેની સુંદર મિત્રતાની શરૂઆત કહી શકો.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

તેણીએ વધુમાં ઉમેર્યુ કે, “તમે જાણો છો કે, જ્યારે તમે કોઈ વ્યક્તિને સમજવા લાગો છો અને તે કયા કુટુંબ સાથે તે સંબંધ ધરાવે છે તે સમજવાનુ શરૂ કરો છો ત્યારે તમારે તમારી રુચિઓમાં સમાનતાઓ અથવા સમાન વસ્તુઓ વહેંચવાની જરૂર નથી પરંતુ, ફક્ત તમારા નીતિ-નિયમોમાં સમાનતા હોવી જોઈએ .

અમે એકબીજા સાથે બધી વાતો ખૂબ જ શેર કરીએ છીએ. મને આદિત્ય પ્રત્યે ઘણું માન છે અને એક ઉદ્યોગપતિ અને વ્યક્તિ તરીકે મને તેના માટે ઘણું માન છે. ” અમારું માનવું એવું છે કે, એકબીજાને સમજવું અને તમારા જીવનસાથી પ્રત્યે આદર કરવો એ સુખી અને કાયમી લગ્ન માટે એક મહાન પાયો છે.