જાણો યોગ કરતી વખતેે કઇ કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન

યોગાસન કરતી વખતે ના પહેરો ટૂંકા અને ફિટ કપડાં , મોબાઈલ થી દુર રહો આવી વાતો નું ધ્યાન રાખો.

image source

સ્વાસ્થ્ય માટે વધારે વજન એ ઇચ્છનીય પરિસ્થિતિ નથી. માટે તમે જો વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ અને ફીટ રહેવા ઇચ્છતા હોવ તો બદ્ધ પદ્માસનની મદદથી આ કામ કરી શકો છો. યોગથી વજન નિયંત્રણમાં આવે છે પરંતુ ધીરે-ધીરે. અત્યારની ઝડપી જીવનશૈલીમાં તમે યોગાસન કરીને ફિટનેસ જાળવી શકો છો.

યોગાસન કરવાથી વજન તો ઘટે જ છે પણ સાથે સાથે માનસિક શાંતિ અને હકારાત્મક ઊર્જા પણ મળે છે. એટલે આપણે સમગ્ર દિવસ દરમિયાન પોતાની જાતને એકદમ ફીટ અનુભવીએ છીએ. તો જાણી લો તમે યોગાસનમાં શુ ઘ્યાન માં રાખવું.

image source

શરીર સ્વસ્થ બનવા માટે યોગ એ પારંપારિક રસ્તો છે. સૂર્યા નમસ્કાર થી માડી ને આશનો કરવાથી શરીર ને વ્યાયામ મળે છે. બ્લડપ્રેશર કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખવા માટે યોગાસન જરૂરી છે .ત્યારે શ્વાસ સંબંધિત જીવલેણ બીમારીઓ માટે પણ યોગ ઉપયોગી છે. આ સમય માં ઘણા બધા લોકો એ યોગ ચાલુ કર્યા છે. આવા લોકો ને આધારભૂત માહીતી હોવી જરૂરી છે.

યોગ કરતા ટૂંકા ફિટ કપડાં ના પહેરવા જોઈએ.

image source

આવા કપડાં પહેરવાથી માંસપેશીઓ ખેંચાણ દરમિયાન કપડાં ફાટવાનો ડર રહે છે .

સાથે સાથે આવા કપડાં યોગા મુક્ત પણે થતા નથી. અને યોગમુવ્સ થતા નથી.

આ કપડાં થી તમને પરેશાની થાય છે.

image source

યોગા કરવાનો સમય નક્કી કરો..

યોગા કરવાનો એવો સમય નક્કી કરો તમે ત્યારે બિલકુલ નવરા હોવ.

વહેલી સવારે ઊઠીને યોગા કરવાનો સરસ સમય છે. કારણકે તમે સાતે સત દિવસ આ સમય માં ફ્રી હોવ છો.

દરરોજ નિયમિત સમય પર યોગા કરવાથી એનર્જી મળે છે. જેથી પૂરો લાભ મળી શકે છે.

image source

સ્વચ્છ અને શાંત વાતાવરણ

યોગ કરવા માટે સ્વચ્છ શાંત વાતાવરણ બહુ જરૂરી છે.

આવા સમય માં તમે ઘર ના ધાબા પર આગાશી માં કરી શકો છો.

આ જગ્યા એ ખુલી હવા મળશે જે બહુ લાભદાયક છે

image source

યોગ અને ભોજન

યોગ સવારે ખાલી પેટ થઈ શકે તો બહુ જ સારું રહી શકે છે. અને જો આવું સંભવ નથી તો યોગ અને ભોજન વચ્ચે 3 કલાક નો ફેર રાખો.પરંતુ ભોજન પછી વ્રજરાશન કરવાથી ખાવાનું જલ્દી પચે છે.

એકચિત થઈ ને યોગ કરો.

image source

યોગ કરો ત્યારે એક ચિત્તે કરો. મોબાઈલ અને tv થી દુર રહો. યોગાસન શારીરિક અને માનસિક બનને પ્રભાવ આપે છે જેથી એક ચિત્તે કામ કરવું જરૂરી છે. શરૂઆત માં યોગાસન કરવાથી થાક લાગે છે. પછી ધીરે ધીરે અભ્યાસ થઈ જશે

મહત્વપૂર્ણ બાબતો.

image source

યોગાસન કરતી વખતે પ્રાણાયામ અને ધ્યાન પણ કરવું જરૂરી છે. તેના થી ભરપૂર લાભ થાય છે. યોગ શ્વાસ ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નિયમિત અભ્યાસથી નિયંત્રણ કરવું જરૂરી છે. યોગા કરતી વખતે મો થી શ્વાસ ના લે અને કોઈ યોગા શિક્ષક જોડે થી પુરી જાણકારી લો.