લિવ ઇનમાં રહ્યા પછી લગ્નના બંધનમાં બંધાયા આ સેલેબ્સ, જેમાં આ કોમેડિયન વિશે જાણીને તમારી આંખો થઇ જશે પહોળી
મોટા શહેરોમાં આજના સમયમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એક સામાન્ય વાત થઈ ગઈ છે. ભારતીય કાયદો પણ હવે લિવ ઇન રિલેશનશિપની અનુમતિ આપે છે. જે મુજબ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
એ સાથે જ લિવ ઇન રિલેશનમાં રહેવા માટે છોકરો અને છોકરી બન્નેનું કુવારું કે પછી ડિવોર્સી હોવું જરૂરી છે. તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી જોડીઓ છે જે લગ્ન બંધનમાં બંધાતા પહેલા લિવ ઇન રિલેશનમાં રહયા છે. તો ચાલો એક નજર નાખીએ એવા જ કલાકારો પર જે લગ્ન બંધનમાં બંધાતા પહેલા લિવ ઓન રિલેશનશિપમાં રહ્યા છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર.
સૈફ અલી ખાન અને કરીના કપૂર વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા, એ પહેલાં સૈફ અલી ખાન અને કરીના કપૂર બંને ઘણા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા છે. કરીના કપૂરે ક્યારેય પણ પોતાના લિવ ઇન રિલેશનશિપને લોકોથી છુપાવી નથી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.
ભારતીય ક્રિકેટ ટીમના કેપટન અને બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્ન બંધનમાં બંધાયા એ પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા છે. ત્યાર બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 1 ડિસેમ્બર 2017ના રોજ એકબીજા સાથે લગ્ન કરી લીધા.
આમિર ખાન અને કિરણ રાવ.
બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટના નામથી જાણીતા આમિર ખાન અને કિરણ રાવ વર્ષ 2005માં લગ્ન બંધનમાં બંધાયા હતા. લગ્ન કરતા પહેલા કિરણ રાવ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે આમિર ખાન. તમને જણાવી દઈએ કે કિરણ રાવ એ આમિર ખાનની બીજી પત્ની છે.
કુણાલ ખેમુ અને સોહા અલી ખાન.
કુણાલ ખેમુ અને સોહા અલી ખાન 25 જાન્યુઆરી 2015માં લગ્ન બંધનમાં બંધાયા હતા.લગ્ન પહેલા કુણાલ ખેમુ અને સોહા અલી ખાન લિવ ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે કુણાલ ખેમુએ એક ચાઈલ્ડ એકટર તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તો સોહા અલી ખાન હવે ફિલ્મોમાં ભાગ્યે જ દેખાય છે.
કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ.
કોમેડિયન અને બૉલીવુડ એકટર કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહે ઘણી વર્ષો સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા પછી લગ્ન બંધનમાં બંધાયા હતા. વર્ષ 2013માં આ બન્નેએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા જેના વિશે બંનેએ વર્ષ 2014માં જાણકારી આપી હતી. કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ બે બાળકોના માતા પિતા બની ચુક્યા છે.