કોરોના વાયરસ વચ્ચે જીવના જોખમે લોકોને બચાવતા ડોક્ટરો માટે ગૂગલએ બનાવ્યું ખાસ ડૂડલ

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સંક્રમણથી લોકોનો જીવ બચાવવા માટે ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ સતત કામ કરી રહ્યો છે.

image source

તેવામાં સર્ચ ઈંજન ગૂગલએ ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલના માધ્યમથી તેમણે ડોક્ટરોને સલામ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઈ ગૂગલએ બીજી વાર ડૂડલ બનાવ્યું છે.

આ ડૂડલમાં એક વીડિયો વડે ખાસ દેશના તમામ મેડિકલ સ્ટાફ જે કોરોના સામે જંગ લડી રહ્યા છે અને 24 કલાક છેલ્લા કેટલાય દિવસોથી ખડે પગે છે તેમનો આભાર માન્યો છે. આ સાથે જ આ વીડિયોમાં લોકોને ખાસ સાવધાની રાખવા પણ સંદેશ અપાયો છે.

ગૂગલના ડૂડલ પર ક્લિક કરવાથી વીડિયો પ્લે થાય છે અને તેમાં થેન્ક યૂ નર્સ, ડોક્ટર્સ અને બધા જ આરોગ્ય કર્મીઓ એવું લખેલું આવે છે.

લોકો માટે સંદેશ આપવામાં આવ્યો છે કે આ સમય છે કે દેશના લોકો એકજૂટ થઈ અને શાંત થઈ રહે. પરીવારને અને દેશને બચાવવો લોકોના હાથમાં છે. આ મહામારી દરમિયાન સૌથી વધુ જરૂરી છે કે મદદની વસ્તુઓનો ઉપયોગ ત્યાં કરવામાં આવે જ્યાં જરૂર વધારે છે. જેમકે માસ્ક અને સેનિટાઈઝર.

આ વીડિયોમાં ડોક્ટર સામાન્ય લોકોને કહેતા જોવા મળે છે કે અમે તમારા માટે કામ પર છીએ, તમે તમારા ઘરમાં જ રહો.