અમદાવાદમાં આ કારણે ઘટ્યા કોરોનાના કેસ, જાણવુ છે તમારી માટે ખૂબ જ જરૂરી

ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને વિશ્વખ્યાત તબીબ ડો. તેજસ પટેલ કહે છે કે

અમદાવાદના કોટ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં હર્ડ ઈમ્યુનિટી ડેપલપ થઈ છે એટલે શહેરમાં કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુદર ઘટી રહ્યાં છે. તેઓ કહે છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રોજેરોજ ઢગલો કેસ આવતા હતા ત્યાં અચાનક કેસો ઘટી જાય એ બાબત બતાવે છે કે ચોક્કસ હર્ડ ઈમ્યુનિટી ડેપલપ થઈ છે.

તેમના મતે આખા અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ ના થઈ હોય પણ વિસ્તારો પ્રમાણે થઈ હોય. હર્ડ ઈમ્યુનિટીનો અર્થ એ કે શહેરના હજારો લોકોને ખબર પણ ના પડી હોય તે રીતે કોરોના પોઝિટિવ થઈ ગયો હોય અને મટી પણ ગયો હોય. હર્ડ ઈમ્યુનિટીને કારણે વાયરસની ઘાતક શક્તિ ઘટી જતી હોય છે.

સાદી ભાષામાં સમજાવીએ તો જેમની રોગ પ્રતિકાર શક્તિ વધારે હોય તેઓ કોરોના સામે જીતી જાય એટલે કોરોના વાયરસ ઢીલું પડે. હાર એટલે હાર, પછી ભલેને એ શક્તિશાળી ગણાતું વાઇરસ હોય. એક સાથે અનેક લોકો વાઈરસને હરાવે એટલે વાઈરસની તીવ્રતા અને ઘાતકપણું ઘટે તેવું કહેવાય છે.

જાણીતા વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા પણ સ્વીકારે છે કે અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી ઉત્પન્ન થઈ છે. તેઓ કહે છે બે પક્ષો લડે પછી પોલીસ ફરિયાદ ના થાય અને સમાધાન થઈ જાય તેવું બન્યું છે. કોરોના પોઝિટિવ કોઈના શરીરમાં દાખલ થાય અને લડે પણ પરાજય પામે એટલે હોસ્પિટલ જવાની કે સારવાર લેવાની જરૂર જ ના પડે.

અગાઉ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓએસડી OSD ડો. એમ.એમ. પ્રભાકર (Dr.M.M.Prabhakar, Civil Hospital) પણ કહી ચૂક્યા છે કે શહેરમાં હર્ડ ઈમ્યુનિટી ઉત્પન્ન થઈ છે.

અમને તો આશા છે કે જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં દરરોજ ઘણા ઓછા કેસ આવતા હશે અને ઓગસ્ટ મહિનામાં તેનું પ્રમાણ તેનાથી પણ નીચું જશે.. પણ તેનો અર્થ બિલકુલ એવો નથી કે લાપરવાહી રાખવી. આખા શહેરમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ નથી થઈ તે યાદ રાખજો. સાવચેતી તો રાખવાની જ છે. કામ ના હોય તો બહાર નહીં જ નીકળવાનું, સોશિઅલ ડિસ્ટન્સ રાખવાનું જ, માસ્ક પહેરવાનું અને સેનેટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવાનો..

image source

આગામી એક-બે મહિનામાં કોરોના વાયરસ પોતે જ બિમાર પડશે એમાં અમને કોઈ શંકા નથી અને એને ચીન સિવાય બીજા કોઈ દેશની હોસ્પિટલ દાખલ નહીં એ પણ નક્કી છે.

હળવાફૂલ રહો, ચિંતામુક્ત રહો, તનાવ સહેજે ના કરશો… સૂર્યગ્રહણ પછી સ્થિતિ સુધરી જ રહી છે અને ક્રમશ: ઝડપથી નોરમલ થઈ જશે…

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત