અમેરિકાથી 100થી વધુ નર્સ નોકરી-પરિવાર છોડી ભારત કોરોના દર્દીની સેવા કરવા આવશે, ખિસ્સાખર્ચ પણ પોતે ઉઠાવશે

હાલમાં જ સમગ્ર દેશમાં નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે હવે એક વાત સામે આવી રહી છે એ સાંભળીને તમારી છાતી ગજગજ ફુલી જશે. માનવતા જીવે છે એનું ઉદાહરણ આનાથી વધારે કદાચ બીજું નહીં મળે. કારણ કે હાલમાં જેવી રીતે કોરોનાથી સમગ્ર દેશમાં ફફડાટ મચી ગયો છે ત્યારે વિદેશમાંથી નર્સોના એક ગૃપે ભારતની તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે. 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડીને ભારત આવી રહી છે અને તેઓ અહીં જ લોકોની સેવા કરવાની છે.

image source

જો હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તેઓ ભારત સરકાર સાથે વિઝા અને બીજી જરૂરી મંજૂરી મુદ્દે વાત ચાલી રહી છે. આ નર્સોની એવી ઈચ્છા છે , જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત આવી જશે. આ ગૃપને ‘અમેરિકન નર્સ ઓન એ મિશન’ નામ પણ આપવામાં આવ્યું છે. આ આઈડિયા વૉશિંગ્ટનમાં નર્સ ચેલ્સિયા વૉલ્શનો છે.

તેમણે ‘ટ્રાવેલિંગ નર્સ’ નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં ભારતની હોસ્પિટલો અને સામૂહિક અંતિમ સંસ્કારની તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘આ બધું જોઈને અમે દુ:ખી છીએ. અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.’ત્યારે હવે સૌ કોઈને એની રાહ છે કે ક્યારે આ નર્સો આવે છે અને લોકોની સેવામાં લાગે છે. વૉલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

image source

આ વખતે તેઓ દેશની હાલત જોઈને કહે છે કે, ‘આ પોસ્ટ પછી મને ઘણા ફોન આવી રહ્યા છે અને થોડા જ દિવસમાં ભારતની મદદ માટે આખા અમેરિકાની નર્સોએ સંપર્ક કર્યો છે. મુશ્કેલીના સમયમાં ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને અમારી જરૂર છે. અમે કોઈ ચમત્કાર ના કરી શકીએ, પરંતુ અમારું બધું દાવ પર લગાવીને અમે ભારત આવવા અને મદદ કરવા માટે તૈયાર છીએ. ભારતમાં કામ કરવા અંગે મોટા ભાગની નર્સ કહે છે કે, અમને બધું જ મંજૂર છે. ઉલ્લેખનીય છે કે એક ગ્રૂપ બનાવ્યા પછી આ નર્સોની ટીમ ‘ટર્ન યોર કન્સર્ન ઈન ટુ એક્શન ફાઉન્ડેશન’ સાથે જોડાઈ છે અને હવે એ લોકો ભારતમાં તેમના રહેવાની વ્યવસ્થા કરશે.

image source

જો એનાથી પણ વિશેષ વાત કરવામાં આવે તો ભારત આવી ગયેલા નર્સ મોર્ગન ક્રેન કહે છે કે, ‘અમેરિકામાં કોરોનાથી થયેલા અનેક મોતે મારા વિચાર અને મને ખુદને બદલી નાંખી છે. આ કેટલું પડકારજનક છે, તેનો અંદાજ પણ ના લગાવી શકાય એ વાત સૌ કોઈ જાણે છે. ભારતીયો માટે આ દિવસો ખુબ ખરાબ છે. અમે નોકરી, પરિવાર છોડીને દિલ્હી આવી રહ્યા છીએ. અમે હંગામી ધોરણે ઊભી કરાઈ હોય એવી નાની કોવિડ હોસ્પિટલોમાં કામ કરીશું. અમારું પ્રાથમિક ધ્યાન એવી હોસ્પિટલો પર છે, જેમની પાસે સંસાધનો નથી. જ્યાં પુરતી સુવિધા નથી અને લોકોને ખરેખર અમારી જરૂર છે.

જો સૌથી સારી વાત વિશે વાત કરવામાં આવે તો માહિતી મળી રહી છે કે આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સાખર્ચ પણ પોતે જ ઉઠાવશે. જો કે એક એવી પણ સુવિધા રાખવામાં આવી છે કે કેટલીક નર્સો મોટા ખર્ચ જેમ કે ભારત આવવાની રાઉન્ડ ટ્રિપના રૂ. 6 લાખનો ખર્ચ કરી શકે એમ નથી. એટલે તેમણે ક્રાઉડ ફંડિંગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન એ મિશન ટુ ઈન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય 50 હજાર ડોલર એટલે કે આશરે રૂ. 36 લાખ ભેગા કરવાનું છે.

image source

આ ટીમ રવિવાર સુધી રૂ. 12 લાખ ભેગા કરી ચૂકી હતી એવી પણ માહિતી મળી રહી છે. આ સાથે જ એક કિસ્સા વિશે વાત કરીએ તો આ ટીમમાં હીથર હોર્ટોહર પણ છે. તેઓ કહે છે કે, ‘મારા દોસ્તોએ મને નહીં જવાની સલાહ આપી છે. તેઓ કહે છે કે, દાન અને મેડિકલ ઉપકરણો મોકલીને પણ મદદ કરી શકાય. પરંતુ મારું માનવું છે કે, એ તો બધા કરે છે. પરંતુ કોઈ ત્યાં જવા તૈયાર નથી. ત્યારે હવે આ ટીમના ખુબ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!