આ વર્ષ 31મી ડિસેમ્બરે પાર્ટીનું આયોજન કરવાનું ભૂલથી પણ ના વિચારતા, નહીં તો ખાવી પડશે જેલની હવા

કોરોનાના કહેરના કારણે મોટા ભાગના તહેવાર પર ગ્રહણ લાગ્યું છે. નવરાત્રિની પણ આ વર્ષે મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ દિવાળીની ખરીદી વખતે લોકોએ કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા જેના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. જેથી સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાની ફરજ પડી હતી. હવે થોડા દિવસ બાદ જ નવા વર્ષની શરૂઆત થશે. જેથી 31 ડિસેમ્બર પર પાર્ટીનું ચલણ વધારે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારે પહેલેથી જ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને નાઈટ કર્ફ્યૂ હોવાથી લોકોને રાત્રે નવ વાગ્યા બાદ બહાર ન નિકળવા કડક સુચના આપી છે.

નિયમ ભંગ બદલ જેલની હવા ખાવી પડશે

image source

આ માટે સરકારે કડક આદેશો પણ જાહેર કર્યા છે. આ વખતે પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો તો તેને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ગઈ છે. તેની સાથે શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. અને પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ જેલની હવા ખાવી પડશે.

image source

અમદાવાદ શહેરમાં જે રીતે દર વર્ષે માર્ગો પર લોકો ભેગા થતા હતા. મોડી રાત સુધી શહેરના એસજી હાઇવે અને તેને અડીને આવેલા ક્લબ અને ફાર્મ હાઉસમાં 31મી ડિસેમ્બરની ઊજવણી થતી હતી. તે આ વખતે નહિ થાય.

ફાર્મમાં વોચ ગોઠવવામાં આવશે

image source

આ અંગે શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું છેકે, હાલ કોરોનાનાં કારણે શહેરમાં કરફ્યૂ છે અને આ વખતે કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળી છે. શહેરમાં 31મી ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસના કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપવામાં આવી નથી. તેની સાથે 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ રાખવામાં આવી છે. તેની સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસ પર વોચ રાખવામાં આવશે.

image source

બીજી તરફ આ વખતે અમે પોલીસને ખાનગી કપડાં અને ખાનગી વાહનોમાં અમદાવાદને અડીને આવેલા ફાર્મમાં વોચ ગોઠવવા કહેવામાં આવ્યું છે. જેની સાથે જો આ વખત 3 કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં પહોંચશે કે કોઈ નશો કરેલી હાલતમાં દેખાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

image source

નોંધનિય છે 31 ના દિવસે નાઈટ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે સરકારે કોઈ પણ આયોજનને મંજૂરી આપી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત