માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, 3 વર્ષનો બાળક પાણી સમજી એસિડ પી ગયો

બાળકો ઘણી વાર અજાણતા એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ ભયંકર આવે છે. આવી જ એક ઘટના સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે. જ્યાં બોટાદના બરવાળામાં ખેતીકામ કરતાં પરિવારનો એક 3 વર્ષનો બાળક ભૂલથી એસિડ પી જતા હડકંપ મચી ગયો હતો. નોંધનિય છે પાણીની બોટલમાં ભરેલું એસિડ પાણી સમજીને પી ગયું હતું. ત્યાર બાદ તાત્કાલિક બાળકને બરવાળા અને ત્યાર બાદ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે સ્વાસ્થ્યમાં ફેરફાર ન થતા અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો.

image source

નોંધનિય છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ બાળકની અન્નનળીનો બે સેન્ટિમીટર જેટલો ક્ષતિગ્રસ્ત ભાગ કાઢીને બે કલાકની સફળ સર્જરીથી બાળકને નવુ જીવન આપ્યું હતું. નોંધનિય છે કે, આ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ સર્જરીનો તમામ ખર્ચ દુબઇ સ્થિત મહિલાએ ઉપાડ્યો છે. આ અંગે અમરદીપ હોસ્પિટલના બાળસર્જન ડો.અનિરુધ્ધ શાહ અને અમરદીપ શાહ કહ્યું કે,, બાળકે પાણીની બોટલ જોઈને તેણે પાણી સમજીને પી લીધુ હતું જો કે દુર્ભાગ્યવશ પાણીની બોટલમાં એસિડ હતું જેથી તેને તાત્કાલિક બરવાળા અને ભાવનગરની હોસ્પિટલમાં લઇ જઇ ઓક્સિજન ચઢાવીને 10 દિવસ બાદ રજા આપી હતી.

image source

જો કે બાળકને ખોરાક સાથે દૂધ કે પાણી ગળામાં ઉતરવામાં સમસ્યા આવી રહી હતી, જેથી દૂરબીનથી તપાસ કરતાં બાળકની અન્નનળીનો બે સેન્ટિમીટરનો ભાગ સંકોચાયાનું સામે આવતા વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો એન્ડોસ્કોપી કરીને સળિયાથી અન્નનળીનો ભાગ પહોળો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ પ્રક્રિયા દર 10 દિવસે કરાવવી પડતી હોવાથી પરિવાર માનસિક અને આર્થિક રીતે ભાંગી ગયો હતો. આ અંગે ડોક્ટરે વધુમાં કહ્યું કે, 25 મે ના રોજ અમારી હોસ્પિટલમાં આવતાં એન્ડોસ્કોપીની તપાસ કરી છાતી ખોલીને અન્નનળીનો સંકાચાયેલો બે સેન્ટિમીટર ભાગ કાઢીને અન્નનળીને જોડવાની સફળ સર્જરી કરવામાં આવી હતી અને બાળકને નવુ જીવન આપવામાં આવ્યું હતું છે.

image source

તો બીજી તરફ ડોક્ટરે કહ્યું કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દુબઇ સ્થિત અમારા જૂના દર્દી નંદિનીબેને બાળકની સર્જરીનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. નોંધનિય છે કે, એસિડ, આલ્કલી, બ્લિચિંગ પાણી અને સ્ટ્રોંગ ટોઇલેટ ક્લીનર બાળકથી દૂર રાખવાં જોઇએ. ખાસ કરીને 2 થી 4 વર્ષના બાળકો ભૂલથી જલદ પ્રવાહી પી જતા હોય છે, જેના કારમે કેમિકલ ન્યુમોનિયા, મોઢામાં ચાંદા પડવા, અન્નનળીમાં ચાંદુ પડવું કે કાણું પડવું આ ઉપરાંત વધુ તેજ કેમિકલ પેટમાં જાયતો હોજરીમાં કાણું પડતાં વાર નથી લાગતી અને બાળકનો જીવ જોખમમમાં મુકાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!