ગુજરાતથી દિલ્હી ગયા બાદ PM નરેન્દ્ર મોદી 7 વર્ષમાં આટલાં બદલાયા જુઓ 10 તસવીરોમાં

ફિલ્મ સ્ટાર્સની લાઈફ જ એવી હોય છે કે તે કંઈપણ કરે તે ચર્ચામાં અને લોકોની નજરમાં રહે છે. એટલે કે તેમને વધારે સતર્ક રહેવું પડે છે કારણ કે તેમના પર સતત લોકોની નજર હોય છે. ઘણા ફેન્સ તો એવા હોય છે જે બોલિવૂડ સ્ટાર્સનું અનુકરણ પણ કરે છે. આમ તો દરેક સામાન્ય વ્યક્તિની પણ ઈચ્છા હોય કે તે તેના પ્રિય બોલિવૂડ હીરો કે હીરોઈન જેવી લાઈફ જીવે.

બોલિવૂડ સ્ટાર્સની લાઈફની વાત કરીએ તો તેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે તેમના લગ્ન. જ્યારે પણ કોઈ સ્ટારના લગ્ન થાય છે ત્યારે તેના પર લોકોની નજર હોય છે. તેમાં આપણા બોલિવૂડના કેટલાક સ્ટાર્સ તો એવા છે જેમના લગ્નની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ અને તેમાં દેશના વડાપ્રધાને પણ હાજરી આપી કપલને આશીર્વાદ આપ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

image source

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બર 2017માં ઈટલીમાં થયા હતા. લગ્ન થયા ત્યાં સુધી આ વાતની જાણ કોઈને થવા દેવામાં આવી ન હતી. જ્યારે આ કપલ ભારત પરત ફર્યું ત્યારે તેમણે ભવ્ય રીસેપ્શન પાર્ટી રાખી હતી જેમાં વિરુષ્કાને આશીર્વાદ આપવા વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા.

પ્રિયંકા અને નિક જોનસ

image source

બોલિવૂડથી હોલિવૂડ સુધી છવાઈ ગયેલી પ્રિયંકા ચોપડાના લગ્ન નિક જોનસ સાથે 2018માં થયા હતા. નિક જાણીતો અમેરિકન સિંગર છે. તેમના લગ્નના રિસેપ્શનમાં પણ પીએમ મોદીને આમંત્રણ મોકલાયું હતું અને પીએમએ આ કપલને રૂબરુ જઈ આશીર્વાદ પણ આપ્યા હતા.

અહના દેઓલ અને વૈભવ

ભાજપના સાસંદ અને બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીની નાની દીકરી અહના દેઓલના લગ્ન માટે પણ પીએમને આમંત્રણ મોકલાયું હતું અને તેઓ ત્યાં પહોંચ્યા હતા. અહના દેઓલના લગ્ન 2014માં થયા હતા. તે સમયે વડાપ્રધાન મોદીનો પીએમ તરીકેનો પ્રથમ કાર્યકાળ ચાલી રહ્યો હતો.

હરભજન સિંહ અને ગીતા બસરા

image source

ભારતના ધુરંધર ખેલાડી હરભજન સિંહ અને ગીતા બસરાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નનું રિસેપ્શન દિલ્હીમાં હતું જ્યાં પીએમ મોદી પણ જોડાયા હતા.

શત્રુઘ્ન સિંહાના પુત્ર કુશના લગ્ન

image source

શત્રુઘ્ન સિંહાના પુત્ર કુશ સિંહાના લગ્નમાં વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શત્રુધ્ન સિંહાના આમંત્રણ પર પીએમ તેના મહેમાન બન્યા હતા. પીએમએ લગ્નમાં હાજરી આપી અને શત્રુઘ્ન સિંહાનું મોં મીઠું પણ કરાવ્યું હતું.

કોંગ્રેસના નેતા અભિષેક મનુના પુત્રના લગ્ન

કોંગ્રેસના નેતા મનુ સિંઘવીના પુત્ર આવિષ્કાર સિંઘવીના લગ્નમાં પણ વડાપ્રધાન મોદીને આમંત્રિત કરાયા હતા. આ લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. આ લગ્નમાં આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન મોદી બન્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!