ઇરફાન પઠાણ ફરી વિવાદમાં, પત્નીનો ચહેરાને બ્લર કરીને કહ્યું, ‘હું તેનો માલિક…’

ઇરફાનની પત્નીની બ્લર તસવીરને લઇને થયો મોટો વિવાદ, ઇરફાને કહ્યું કે ‘હું તેનો માલિક નથી સાથી છું’,

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને તો આપ સૌ જાણો જ છો. ઈરફાન પઠાણએ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ઘણી શાનદાર પારીઓ એમના નામે કરી છે. પણ હાલ ઈરફાન પઠાણ તેની પત્ની સફા બેગમને કારણે ફરી એકવાર ચર્ચામાં છે.

image source

તમને જણાવી દઈએ કે ઇરફાન પઠાણની પત્નીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના પછી ઘણા યૂઝર્સે તેની ટીકા કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, ઇરફાન પઠાણની પત્નીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. આ જ કારણે કેટલાક લોકોએ ઇરફાન પઠાણ પર સવાલ ઉભા કર્યા છે.

ઈરફાન પઠાણની પત્નીનો આ ફોટો વાયરલ થયો એ પછી લોકો દ્વારા ઇરફાન પઠાણને સલાહ આપવામાં આવી રહી હતી, જેના પછી ભારતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણએ લોકોનું મોં બંધ કરવા માટે જવાબ આપવો પડ્યો હતો.

image source

ઇરફાન પઠાણે પોતાની પત્નીનો જે ફોટો વાયરલ થયો હતો એ ફોટાને ટ્વીટ કરીને લખ્યું છે- આ તસવીર મારી રાણી (પત્ની) દ્વારા મારા પુત્રના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે. અને મારી પત્નીની આ તસવીરને લઇને ઘણા લોકોની નફરત મળી રહી છે. ચાલો હું પણ આ તસવીર અહીં પોસ્ટ કરું છું મારી પત્નીએ તેની મનગમતી આ તસ્વીરમાં તેનો ચહેરો અસ્પષ્ટ કરી દીધો છે. અને હા, હું તેનો માલિક નથી, પરંતુ તેનો સાથી છું.


તમને જણાવી દઈએ કે ઇરફાન પઠાણ ઘણીવાર તેમની પત્ની સાથેના ફોટા શેર કરે છે પરંતુ તેનો ચહેરો તેમાં છુપાયેલો છે. થોડા દિવસ પહેલા જ ઈરફાન પઠાણ તેની પત્ની સાથે રશિયાની મુલાકાતે ગયો હતો, જ્યાં તેને પોસ્ટ કરેલા દરેક ફોટામાં તેની પત્નીનો ચહેરો છુપાયેલો હતો.

image source

વાત કરીએ ઈરફાન પઠાણની તો ઈરફાન પઠાણે વર્ષ 2016 માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. ઈરફાન પઠાણની પત્ની સફા બેગ લગ્ન પહેલા જેદ્દામાં મોડેલિંગ કરતી હતી પરંતુ ઈરફાન પઠાણ સાથે લગ્ન કર્યા બાદ તેણે મોડેલિંગ છોડી દીધી હતી. ઈરફાન પઠાણ અને સફા બેગનો એક દીકરો છે, જેનું નામ ઇમરાન પઠાણ છે.

image source

હાલની વાત કરીએ તો ઇરફાન પઠાણ તેના મોટા ભાઈ યુસુફ પઠાણ સાથે મળીને કોવિડ -19 થી પીડિત લોકોને મદદ કરી રહ્યો છે. ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા મારફતે પોતાની કમાણી દાન આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તે ઓક્સિજનની ઉણપથી પીડિત કોવિડ પીડિતોને ઓક્સિજન સિલિન્ડર અને કંસનટ્રેટર પણ પ્રદાન કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *