સરકારી નોકરી મેળવવા માગતા યુવાનો માટે ખુશખબર, ટૂંક સમયમાં આવશે મોટી ભરતી

આજકાલના સમયમાં ભારતીય યુવાનોમાં સરકારી નોકરીનો ક્રેઝ વધી ગયો છે, કોરોના મહામારી પહેલા ઘણા રાજ્યોમાં અને કેન્દ્રીય વિભાગોમાં પણ ઘણી નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, પણ છેલ્લા બે વર્ષથી કોરોના કહેરના કારણે સરકારી ભરતી પર જાણે કે બ્રેક લાગી ગઈ હતી, જો કે હવે જલ્દીથી ભાજપ સરકાર એક લાખ જેટલા યુવાનોને નોકરી આપવા જઈ રહી છે.

MP Job Recruitment 2021
image source

મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં ટૂંક જ સમયમાં એક લાખ પદો પર ભરતી કરવામાં આવશે, જેની પ્રક્રિયાને જલ્દીથી જ શરુ કરી દેવામાં આવશે.

image soure

ભાજપ સરકાર સરકારી નોકરી કરવા માગતા યુવાનો માટે સારા સમાચાર લઈને આવી છે, મોટી સંખ્યામાં મધ્ય પ્રદેશના યુવાનો માટે ભરતી બહાર પડવાની છે, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોતે જ તેની ઘોષણા કરી છે, આ મામલે તેમણે જણાવ્યું કે રાજ્યમાં રોજગારની તકોમાં વૃદ્ધિની સાથે જ ઉદ્યમિતા અને સ્વરોજગારને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

image source

ભાજપ સરકારના સીએમ શિવરાજ સિંહે વધુમાં જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં ખાનગી સેક્ટર માટે અપાર સંભાવનાઓ છે , જેને જોઈને રાજ્યમાં ઓદ્યોગિક વિકાસ માટે પણ ખૂબ જ ઝડપી કામ થઈ રહ્યું છે, આ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રે રોકાણ વધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનાથી રાજ્યમાં યુવાનોને રોજગારી આપી શકાય અને બેરોજગારી ઘટાડી શકાય. લોકોના જીવન ધોરણને ઉંચુ લાવવા અને તેમની આવક વધારવા માટે પણ આ ખૂબ જ જરુરી છે.