9 મહિનાની બાળકીને સગી માતા ત્યજીને થઇ ગઇ પલાયન, કરુણ ઘટના વાંચીને આંખો ભરાઇ જશે આસુંથી

9 મહિનાની આ બાળકીને કારણે, સગી માતા દીકરીને ત્યજી પલાયન થઈ ગઈ

વિશ્વમાં હજારોમાં અમુક કિસ્સાઓ એવા હોય છે, જયારે બાળકોના જન્મ વિચિત્ર પ્રકારે થતા હોય છે. જેમ કે એવા બાળકોના જન્મ જે સામાન્ય બાળકો અથવા માણસો કરતા સંપૂર્ણ રીતે અલગ હોય છે. એટલા અલગ કે આપણે એમને જોઇને ડરી જઈએ છીએ, કંપી જઈએ છીએ, આશ્ચર્ય પામીએ છીએ અથવા દુખી થઇ જઈએ છીએ. જો કે આવા કિસ્સાઓ ઘણા રેર બને છે. ઘણી વાર ગર્ભવતી માતાના શારીરિક રોગો અથવા અન્ય કારણો સર આવા બાળકો જન્મ લેતા હોય છે.

image source

બાળકીને છોડીને માતા પિયર જતી રહી

આવા કિસ્સાઓ જોઇને આપણને એમ થાય કે કુદરતે કેવો અન્યાય કર્યો છે. બોડેલીમાં કોસીન્દ્રા પાસે વાસણા વસાહત 2માં રહેતા કિરણ તડવીની નવ મહિનાની બાળકી સાથે પણ આવો જ અન્યાય કુદરતે કર્યો છે. આ બાળકી અસામાન્ય છે. આ બાળકીનું માથું એના શરીરના પ્રમાણમાં મોટું છે. અત્યારે આ બાળકી એના પરિવાર સાથે રહે. બાળકી એકાદ મહિનાની હતી ત્યારે જ માતાએ એને તરછોડી દીધી હતી. આ બાળકીને છોડીને મા પિયર જતી રહી હતી.

મોટા માથાના કારણે પરિવારના લોકો અવઢવમાં છે

image source

મા વિનાના બાળકને સંભાળવું કેટલું મુશ્કેલ બને એ આપણે જાણીએ છીએ, એવામાં જ્યારે બાળક અસામાન્ય હોય ત્યારે એ વધુ મુશ્કેલ બને છે. પરિવારના અન્ય લોકો અવઢવમાં છે, કારણ કે જેમ જેમ બાળકીનું શરીર વધે છે તેમ તેમ જ આ બાળકીનું માથું પણ મોટું થતું જાય છે. અને આ જ એ સમસ્યા છે જેના કારણે પરિવારજનો સમજી નથી શકતા કે તેઓ આ માટે શું કરી શકે.

બાળકીને પરિવારજનો જ સાચવી રહ્યા છે

image source

શરીર કરતા ઘણું મોટું માથું ધરાવતી આ બાળકીનું પોષણ માતાના ગયા પછી પરિવારજનો જ કરી રહ્યા છે, પણ તેનું માથું તેના શરીરના કદ સાથે જ વધતું જાય છે. આ કારણે પરિવારજનો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવી મુશ્કેલીના સમયમાં બાળકીની નિર્દયી માતા પણ તેને તરછોડી ક્યાંક જતી રહી છે. જો કે આ મુશ્કેલીના સમયમાં નજીકનાં ગામ વડદલાના આગેવાન સુભાષ વણકર આ સ્થિતિમાં કોઈ સરકારી મદદ મળે તે માટે સતત અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે.

image source

જો કે શરૂઆતમાં ઈલાજ માટે બાળકીને જબુગામ દવાખાને લઈ ગયા હતા. ત્યાં તબીબે અમદાવાદ લઈ જવા માટે કહ્યું છે, પણ હાલની પરિસ્થિતિને લીધે પરિવારજનો અવઢવમાં છે. ઘરે બાળકીના પિતા મજૂરી કરીને ઘરનું ભરણપોષણ કરવા સાથે બાળકીનું પણ ધ્યાન રાખી રહ્યા છે. તેમજ પિતા સાથે બાળકીના દાદા દાદી પણ એની કાળજી લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત