કોરોનાથી બચવા શોપિંગ કરવા જાવો ત્યારે ખાસ રાખજો આ બાબતોનુ ધ્યાન

શોપિંગ કરો છો તો ધ્યાન રાખો

દેશમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જેના લીધે દેશ લગભગ અટકી ગયો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઘરે રહેતા લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ મળી રહે તેવા ઉદ્દેશથી કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી.

image source

ત્યારે હવે છેલ્લા બે મહિનાથી લાગુ કરવામાં આવેલ લોકડાઉનને ધીરે ધીરે હટાવવામાં આવી રહ્યું છે. ત્યારે મોટાભાગની વ્યક્તિઓ ઘરમાં જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે નીકળી જાય છે. ત્યારે હવે દરેક વ્યક્તિએ ક્યાંય પણ ખરીદી કરવા જતા સમયે કેટલીક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. ચાલો જાણીએ એવી કઈ બાબતો છે જેનું ધ્યાન આપે શોપિંગ કરવા જતા સમયે રાખવાની રહેશે.

કાર્ટના હેન્ડલને સેનેટાઈઝ કરો.:

image source

જો આપ વધારે ચીજ- વસ્તુઓની ખરીદી કરવા માટે જઈ રહ્યા છો જેના માટે આપે શોપિંગ બાસ્કેટ કે પછી કાર્ટનો ઉપયોગ કરવાનો રહેશે તો આપે કાર્ટના હેન્ડલને હાથથી પકડતા પહેલા સેનેટાઈઝ કરી લેવું. આપે આમ કરવા કરતા ખરીદી કરવા માટેની ટ્રોલી એટલે કે કાર્ટનો જ ઉપયોગ કરવો જોઈએ અને કાર્ટના હેન્ડલને સેનેટાઈઝ કરી લેવું. આપ જયારે પણ શોપિંગ કરવા માટે જાવ છો તો સેનેટાઈઝરને સાથ એજ રાખવું જોઈએ.

રોકડમાં વ્યવહાર કરવાનું ટાળવું.:

image source

આપ જયારે શોપિંગ કરવા જાવ છો ત્યારે આપે શોપિંગ કરેલ વસ્તુઓનું બિલ પેમેન્ટ કરવા માટે ઓનલાઈન કે પછી ક્રેડીટ કાર્ડ કે પછી એટીએમ કાર્ડનો જ શક્ય હોય તો ઉપયોગ કરવો. ઉપરાંત આપે ઘરેથી શોપિંગ કરવા માટે નીકળતા પહેલા આપે જેટલી વસ્તુ લેવાની હોય તે બધી જ વસ્તુનું એક લિસ્ટ બનાવી લેવું. જેના કારણે આપ આપનો સમય બચાવી શકશો અને વધારે વસ્તુઓના સંપર્કમાં આવવાથી પોતાને બચાવી શકશો.

સેનેટાઈઝર પાસે જ રાખવું.:

image source

આપ જયારે શોપિંગ કરીને શોપિંગ મોલની બહાર આવી જાવ છો તો ત્યારે આપે તરત જ આપના હાથને હેન્ડ સેનેટાઈઝરથી સાફ કરી લેવા. ઉનાળાની ઋતુમાં ગરમી વધારે હોય છે એટલા માટે આપે આપની પાસે એક પાણીની બોટલ જરૂરથી રાખી લેવી, જેના લીધે આપે વધારે સમય સુધી તરસ્યા રહેવું પડે નહી અને આપની ઈમ્યુનીટી સીસ્ટમ પણ જાળવી શકશો.

ઘરે આવીને સૌથી પહેલા બેગને ધોઈ લેવી.:

image source

આપે શોપિંગ કરીને ઘરે આવ્યા પછી સૌથી પહેલા બેગને ધોઈ લેવી જે બેગમાં આપ વસ્તુઓ ભરીને લાવ્યા છો. ત્યાર પછી ૨૦ મિનીટ સુધી બહાર રાખી દો. ત્યાર પછી આપે પણ નાહી લેવું જોઈએ અને બીજા કપડા પહેરી લેવા. ત્યાર પછી આપે પ્રોટીનથી ભરપુર આહારનું સેવન કરી લો. જેની મદદથી આપના શરીરમાં એનર્જી વધી જશે અને આપને આરામ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત