વિજ્ઞાનનો ચમત્કાર: 74 વર્ષની ઉંમરે આપ્યો જોડિયા બાળકને જન્મ, પરિવારમાં આનંદની લહેર

એક ખૂબ જ અસામાન્ય કહી શકાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. 74 વર્ષની એક મહિલાને પોતાના લગ્નના 54 વર્ષ બાદ માતા બનવાનું સુખ મળ્યું છે. આ મહિલા મોટી ઉંમરમાં માતા બનવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે. સામાન્ય રીતે કહેવાય છે કે મોટી ઉંમરે મહિલા માતા બની નથી શકતી. પરંતુ આ ઘટનાએ આવી તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે.

image source

માતા બનનારી મહિલાનું નામ એરામતી મંગયામ્મા છે અને તેના પતિનું નામ રાજા રાવ છે. યેરામતી અને રાજારાવ ગુંટૂરના નેલાપારથીપાડુ વિસ્તારના રહેવાસી છે. 22 માર્ચ 1962ના રોજ તેમણે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દરેક દંપતિની જેમ તેમણે પણ લગ્ન બાદથી બાળક માટે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું હતું તેમ છતા તેમને આમાં સફળતા મળતી નહતી.

image source

જી હા, હજુ પણ તમને કદાચ નવાઈ લાગશે પણ હૈદરાબાદમાં વિજ્ઞાન અને માની મમતા સાથે જોડાયેલી એક અનોખી આ વાત સામે આવી છે. જે તમને સૌને હેરાન કરી દે તેવી છે. જોકે અહીં 74 વર્ષની મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે.આ સાંભળીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ એક વિજ્ઞાનનો ચમત્કાર છે. આંધ્રપદેશના ગુંટૂરમાં બાળક લાવવાની ઇચ્છા ધરાવતી 74 વર્ષની મંગાયમ્મા નામની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલાએ IVF ની મદદથી ગર્ભ ધારણ કરીને જોડિયા બાળકોને જન્મ આપ્યો. આ મહિલાનું કુલ ચાર ડોક્ટરોની એક ટીમ ઑપરેશન કરીને તેમના ખોળામાં એક નહી જોડિયા બાળકો સોંપ્યા.

image source

આ બંને જુડવા બાળકો આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલ્લાપતિરપિડુના રહેવાસી મંગાયમ્મા અને તેના પતિ વાયરાજા રાવના ઘરે જન્મ લઈને આખા ઘરમાં બાળ કિલ્લોલ ગુંજાવી રહ્યા છે. મંગાયમ્મા નામની આ મહિલાને લગ્નના 54 વર્ષ પછી પણ કોઇ સંતાન નહોતુ, લાંબી રાહ જોયા પછી આખરે તેમણે IVF નામની પ્રક્રિયાની સહારો લેવાનુ નક્કી કર્યુ. તેમણે આ પછી, ગયા વર્ષના અંતે, બંનેએ IVF ની મદદથી ગુરુવારે દિવસે જોડિયા બાળકોને જન્મ આપ્યો.

image source

4 ડોક્ટરોની ટીમને લીડ કરતા ડોક્ટર ઉમાંશકરે જણાવ્યુ કે, મંગયમ્માને ચાર ડોક્ટરોની એક ટીમએ સિઝેરિયન ઑપરેશન કર્યુ, તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો. માં અને બાળકો બંને સ્વસ્થ છે. ડોક્ટરોએ મંગાયમ્માના સ્વાસ્થ્ય પર ડોક્ટર સતત ધ્યાન આપી રહ્યા છે. અહીં સુધી કે તેમણે પ્રસવ પહેલા દંપતીના આગમનની વ્યવસ્થા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત