અમદાવાદ પોલીસ કમિશ્નરે આપ્યો આદેશ, 67 પીઆઈએ સવારના 9થી રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશનમાં રહેવું પડશે હાજર અને…

અમદાવાદના પોલીસ કમીશ્નરે અમદાવાદના પીઆઈને આદેશ આપ્યો છે કે તેમણે સવારના 9થી રાત્રિના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે અને તે પણ ફરજિયાત અને અરજદારોની ફરિયાદો પણ સાંભળવી પડશે. સામાન્ય રીતે એવું બનતુ હોય છે કે પેટ્રોલિંગ, તપાસ, તેમજ વિવિધ મિટિંગના બહાના હેઠળ જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાથી બચે છે
અને તેના કારણે અરજદારોએ અવારનવાર ધક્કા ખાવા પડતા હોય છે. અને તેના કારણે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદનો નિકાલ પણ ઝડપથી નથી આવતો અને માટે અરજાદારોએ સીધા જ પોલીસ કમિશ્નરને મળવાનો વારો આવતો.

image source

આવી તકલીફો અરજદારો ને ન પડે તે માટે તેમજ ફરિયાદોનો નિકાલ જેતે વિસ્તારને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જ આવી જાય તે માટે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અમદાવાદના 67 પીઆઈને તેમના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત પણે 15 કલાક હાજર રહેવાનું ફરમાન કર્યું છે.

કમિશ્નરના નિર્ણયથી પીઆઈ નારાજ

image source

સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કમિશ્નર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી પોલીસ સ્ટેસનના પીઆઈઓ નારાજ છે તેવું જાણવા મળ્યું છે. પણ બીજી બાજુ પ્રજાને આ નિર્ણયથી લાભ પહોંચશે કારણ કે હવે ફરિયાદીઓએ પોતાની ફરિયાદ લઈ કમિશ્નરની કચેરી સુધી નહીં જવુ પડે પણ ઉચ્ચઅધિકારીઓ સમક્ષ રજુઆત વગર જ તેમની સમસ્યાનો નિકાલ પોલીસ સ્ટેશનમાં જ આવી જશે. કમિશ્નર દ્વારા ફરમાવવામાં આવેલા આ આદેશનો અમલ પીઆઈ કરે છે કે નહી તે જોવાની જવાબદારી એસીપી, ડીસીપી તેમજ અધિક પોલીસ કમિશ્નરની રહેશે.

ઘરે જતા પહેલાં કંટ્રોલ રૂમમાં જાણ કરવાની રહેશે

image source

અમદાવાદમાં આવેલા 48 પોલીસ સ્ટેશનો, તેમજ ટ્રાફિકના 17 પોલીસ સ્ટેશનો તેમજ મહિલા ઇસ્ટ એન્ડ વેસ્ટ પોલીસ સ્ટેશનોના પીઆઈઓએ કમિશ્નરના ફરમાન પ્રમાણે પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે 15 કલાક હાજર રહેવું પડશે. તેમણે સવારે 9 વાગ્યે પેલીસ સ્ટેશનમાં હાજર થઈ જવુ પડશે અને તેમણે પોતે હાજર થયાની જાણકારી સરકારી જીપના વાયરલેસ સેટ પરથી કંટ્રોલરૂમમાં આપવાની રહેશે અને રાત્રે 12 વાગ્યે પોલીસ સ્ટેશનથી ઘરે જતી વખતે પણ કંટ્રોલ રૂમમાં ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.

નાઇટ ડ્યૂટીમાં પણ બપોરે 12 વાગે હાજર થવાનું રહેશે

તમને જાણ જ હશે કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ, ડીસીપી, એસીપી, અધિક પોલીસ કમિશ્નર તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર ઉપરાંત અધિકારીઓએ નિયમિત નાઇટ ડ્યૂટી પણ કરવાની આવે છે. નાઇટ ડ્યૂટીમાં તેમણે સવારે 6 વાગ્યા સુધી ફરજ બજાવવાની હોય છે. અને સવારે 6 વાગ્યે ઘરે જતા રહ્યા બાદ તેઓ બીજા દિવસ સાંજ સુધી પેલીસ સ્ટેશનમા હાજર થતા નથી. પણ હવે કમિશ્નરના
આદેશ પ્રમાણે નાઇટ ડ્યૂટી કરતાં અધિકારીઓએ પણ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવુ પડશે.

image source

આ સાથે સાથે જ આદેશનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે માટે એસીપી તેમજ ડીસીપીએ મહિનામાં 2 વાર દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ વિઝિટ રાખવાની રહેશે. અને આ માટે પોલીસ કમિશ્નરે એસીપી તેમજ ડીસીપીએ આદેશ આપ્યો છે. આ સર્પ્રાઇઝ વિઝિટની નોંધ એસીપી તેમજ ડીસીપીએ પોતાની વીકલી ડાયરીમાં નોંધવાની રહેશે. અને જો કોઈ પણ પીઆઈ દ્વારા પોલીસ કમિશ્નરના આ આદેશનું ઉલંઘન કરવામા આવશે તો તેમના વિરુદ્ધ ખાતાકીય પગલા પણ લેવાઈ શકે છે.

ઓછામાં ઓછા 50 અરજદાર રોજ કમિશ્નર સમક્ષ રજુઆત કરે છે

image source

અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રોજ સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધી અરજદારોને મળે છે, અને ઓછામાં ઓછા 50 અરજદારો તેમને આ દરમિયાન મળતા હોય છે. જેમાંના મોટા ભાગનાને એ જ ફરિયાદ હોય છે કે તેમની મુલાકાત જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે થતી નથી અને બીજી બાજુ પીએસઓ કે પછી રાઇટરને મળવાથી તેમની સમસ્યાનું નિરાકણ નથી આવતું. અને આ જ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નરે દરેક પીઆઈ પોલીસ સ્ટેશનમાં 15 કલાક હાજર રહેવાનો આદેશ આપ્યો છે. હવે કદાચ બની શકે કે કમિશ્નરના આ કડક નિર્ણયથી જાહેરજનતાને મદદ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત