દેરાણીએ જેઠાણીને અન્ય પુરુષ સાથે ખરાબ હાલતમાં જોઈ, ગુસ્સે થઈને જેઠાણીએ દેરાણીને….
હાલમાં એક અજીબ ઘટના સામે આવી છે. ઘરમાં પુરુષ કે સ્ત્રીને ઘર બહાર ક્યાંક લવ અફેરના કિસ્સાઓ રોજ કોઈને કોઈ ખુણેથી મળતાં રહે છે. પરંતુ આ કિસ્સો થોડો હટકે છે. કારણ કે એક જેઠાણીએ જ દેરાણીને જીવતી સળગાવી દીધી છે અને ચકચાર મચી જવા પામી છ. અમૃતસરમાં જેઠાણીએ પોતાની જ દેરાણીને જીવતી સળગાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ કબજે કરી કાર્યવાહી શરૂ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અંગે માહિતી આપતાં મૃતકના પતિ પલવિન્દરસિંહે જણાવ્યું હતું કે તેની ભાભીની બહારની વ્યક્તિ સાથે તેના ગેરકાયદેસર સંબંધો છે. તેણે જણાવ્યું હતું કે જ્યારે મારી પત્ની હરવિન્દર કૌર છેલ્લા દિવસમાં તેની પુત્રી રાજવિન્દર કૌરને મળવા ગઈ ત્યારે તેણી તેના બોયફ્રેન્ડના ઘરે વાંધાજનક હાલતમાં મળી હતી, ત્યારબાદ હરવિન્દરે તેનો વિરોધ કર્યો હતો. આને કારણે રાજવિન્દરે ગુસ્સે થઈને તેની નિર્દયતાથી મારપીટ કરી અને પછી મારી પત્નીને જીવતી સળગાવી દીધી હતી જેથી બધા ચોંકી ગયા હતા.
અમદાવાદની આ ઘટના પણ હાલમાં ભારે ચર્ચામા છે. ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પર 30 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડા સંબંધો અંગે પણ આરોપો લગાવ્યા હતા. આ અંગે પોતાના પતિને પણ સમગ્ર બાબતે જાણ હોવાનું કહ્યું હતું. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિએ કહ્યું કે, તેના ભાઇને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હતી, એટલે માતા તેની સાથે આડા સંબંધો રાખવા પડે તેમ છે.
વિગતે વાત કરીએ તો ચાંદખેડા ખાતે એક વર્ષથી પિયરમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીના માતા પિતાએ 50 લાખનો કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લાવવા માટે જણાવ્યું હતું. પુત્રીનું ઘર ન ભાંગે તે માટે તેના પિતાએ એક્ટિવા પણ લઇ આપ્યું હતું.
2018માં એક દિવસ યુવતી તરસ લાગતા તેના રૂમમાંથી બહાર આવી હતી. તેના રૂમની સામે જ સાસુનો બેડરૂમ આવેલો છે. બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ એક પુરૂષ સાથે કઢંગી હાલતમાં હતા. સાસુની નજર પુત્રવધુએ ધમકી આપી કે કોઇને કહીશ તો હત્યા કરાવી નાખીશ.
યુવતીએ આ બાબતે તેના પતિને જાણ કરતા પતિએ પણ ઝગડો કર્યો હતો અને યુવતીને ધમકાવી હતી. એટલું જ નહી પતિએ એવું પણ કહ્યું કે, પિતાના પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હોવાથી આ બધુ કરવું ખુબ જ જરૂરી છે. જેથી પરિણીતા પણ ચોંકી ઉઠી હતી. પતિએ કહ્યું કે, તું 30 લાખ રૂપિયા લઇ આવીશ તો આડા સંબંધો નહી રાખે. તેમ કહીને તેના પર પૈસા લાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત