પત્ની આઇશાએ નદીમાં પડતું મૂક્યું તો નફ્ફટ પતિએ મૂક્યું સાવ ‘આવું’ WhatsApp સ્ટેટસ, જે વાંચીને લોહી ઉકળી ઉઠશે

આઈશાના આપઘાત કરી લીધા બાદ નફફટ પતિએ વોટ્સએપ પર મૂકી દીધું સ્ટેટ્સ, જેને વાંચીને આપનું લોહી પણ ઉકળી જશે.

અમદાવાદ શહેરમાં દહેજના કારણે આઈશા (Aaisha) નામની મહિલાએ સાબરમતિ નદીમાં કુદીને આપઘાત કરીને મોતને પ્યારું કરી લીધું હતું. પરંતુ આઈશાએ પોતાના મૃત્યુ પહેલા પોતાના અંતિમ વિડીયોમાં આઈશાએ હસતા મુખે દુનિયાને અલવિદા કહી દીધું હતું અને આ સાથે જ એ વ્યક્તિનો ચહેરો ફરી ક્યારેય નહી બતાવવા માટે ખુદાને કહ્યું હતું. આવી પરિસ્થિતિમાં આઈશાના મૃત્યુ થઈ ગયા પછી આઈશાના પતિ દ્વારા વોટ્સએપ પર સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું. આઈશાના પતિ દ્વારા મુકવામાં આવેલ સ્ટેટ્સને લઈને લોકોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.

image source

આઈશાએ પોતાના દહેજના ભૂખ્યા પતિ આરીફ ખાનના લીધે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કરી લીધો હતો. આઈશાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના દહેજ ભૂખ્યા પતિ આરીફ ખાનને ફોન કરીને મરી જવાનું કહ્યું હતું. ત્યારે આઈશાને તેના પતિ આરીફ દ્વારા એવો જવાબ મળ્યો કે, તેને મરવું હોય તો મરી જાય આવો જ જવાબ આરીફ ખાન દ્વારા આપવામાં આવ્યો હતો.

image source

આવી પરિસ્થતિમાં આઈશાના આત્મહત્યા કરી લીધા બાદ આઈશાના નફફટ પતિ આરીફ ખાન દ્વારા વોટ્સએપ સ્ટેટ્સ મુકવામાં આવ્યું હતું. જેને જોઈને લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આઈશાના પતિ આરીફ ખાન દ્વારા વોટ્સએપ સ્ટેટ્સમાં લખવામાં આવ્યું હતું કે, ‘કૌન ચલા ગયા યે ઈમ્પોટર્ન્ટ નહી હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોટર્ન્ટ હૈ.’

image source

આઈશાના આત્મહત્યા કરી લીધા બાદ મૃત્યુ થઈ ગયા બાદ આઈશાના પતિ આરીફ ખાનએ નફફટ બની જઈને પોતાના વોટ્સએપ એકાઉન્ટ પર સ્ટેટ્સ મૂકી દીધું હતું. આઈશાના મૃત્યુ થઈ જવાથી એક બાજુ હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી,

image source

પરંતુ ત્યાં જ બીજી બાજુ આઈશાએ પોતાના દહેજ ભૂખ્યા પતિ આરીફ ખાનના કારણે આત્મહત્યા કરી હોવા છતાં તેને કોઈ ફર્ક ના પડતો હોય તેમ પતિ આરીફ ખાનએ વોટ્સએપ સ્ટેટ્સ પરથી જોવા મળી રહ્યું છે. અત્યારે તો હજારો વ્યક્તિઓ આઈશાના પતિ આરીફ ખાન પર ફિટકાર વરસાવી રહ્યા છે અને આરીફ ખાનના આવા સ્ટેટ્સના લીધે ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!