વાહ ગુજરાતીઓ વાહ! હવે ઘાસ ઉગાડવા માટે જમીનની જરૂર નથી, 60 દિવસમાં ઉગતું ઘાસ 7 દિવસમાં તૈયાર

ઓગસ્ટ મહિનામાં ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ મોતી દૂધ લોન્ચ કર્યું છે. આ દૂધ અનોખું છે અને બનાસ જેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે તો આ દૂધ નહીં બગડે. ત્રણ મહિના પછી પાઉચમાંથી બહાર કાઢીને તેનો ઉપયોગ કરી શકાશે. પરંતુ બધા જાણે છે એમ બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જઈ રહી છે અને તેના કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે. ત્યારે આવા સમયમાં બનાસ ડેરીએ માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થાય તેવું હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન વિકસાવ્યું છે.

image source

સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ખેતરમાં તૈયાર થતાં આ જ ઘાસને 50 થી 60 દિવસ લાગે છે. જ્યારે હાઈડ્રોલિક મશીનમાં માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થઈ જાય છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડાયરેક્ટરોની હાજરીમાં ઘાસ બનાવતા હાઈડ્રોફૉનિક મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ હાઈડ્રોફોનિક મશીનથી ખેતર વિના ઘાસ ઉત્પન્ન કરી શકાય છે તેમજ ઓછા પાણીએ પણ ઘાસ તૈયાર થાય છે. આથી ઓછી જમીન ધરાવતા કે જમીન વિહોણા પશુપાલકોને પણ આ મશીન ઉપયોગી થઈ પડશે.

image source

વિગતે વાત કરીએ તો હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન સાઈઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે. આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. ત્યારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ હાઈડ્રોફૉનિક મશીન દ્વારા પશુપાલનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે. આમ, ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન તૈયાર કરીને પશુપાલકોને એક અનોખી ભેટ અર્પણ કરી છે.

image source

બનાસ ડેરી વિશે થોડી વાત કરીએ તો બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી.

image source

બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો. બનાસ ડેરી અમૂલ, સાગર અને બનાસ નામો હેઠળ ઉત્પાદનો કરે છે. જેમાં અમુલ દૂધ, અમુલ માખણ, અમુલ ઘી, સાગર ઘી, અમુલ્યા પાવડર, સાગર ચા અને કોફી વ્હાઇટનર, અમુલ શક્તિ પાવડર, અમુલ આઇસક્રીમ, પેંડા, ચા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આણંદ દ્વારા બજારમાં મૂકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત