ભારતવાસીઓ કોરોના વેક્સિન માટે થઈ જાઓ તૈયાર, સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEOએ ખુશખબર આપતાં કહ્યું- બે અઠવાડિયા પછી….

હાલમાં ભારતમાં કોરોના સતત વધી રહ્યો છે. ત્યારે બધાની નજર અને આશા એક જ ઈન્સ્ટિટ્યૂટ પર છે અને એનું નામ એટલે કે પૂણેમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા. ત્યારે હવે કોરોના વેક્સિનને લઈને દેશ માટે એક ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર પછી પુણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO આદર પૂનાવાલાએ વેક્સિનની તૈયારી વિશે જણાવ્યું હતું.

image source

આદર પૂનાવાલાએ આ અંગે વિગતે વાત કરતાં કહ્યું કે આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું. ઉલ્લેખનીય છે કે ભારતમાં પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમા પુણે સ્થિત SII કોવીશીલ્ડ બનાવી રહ્યું છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિન ભારતમાં અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. આગળ વાત કરતાં આદર પૂનાવાલાએ કહ્યું હતું કે અમે આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે.

image source

જ્યારે આદર પૂનાવાલાને વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે-અમે હજુ પ્રોસેસમાં છીએ. પ્રધાનમંત્રીને પણ વેક્સિન અને પ્રોડક્શન વિશે ઘણી જાણકારી છે. આગામી સમયમાં અમારી સામે રેગ્યુલેટરી જેવી ચેલેન્જ હશે. હજુ નક્કી નથી કે સરકાર કેટલા ડોઝ ખરીદશે, પરંતુ લાગી રહ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રી જુલાઈ સુધીમાં 300થી 400 મિલિયન ડોઝ પર વિચાર કરી રહી છે. કોવીશિલ્ડથી મોન્ટેલિટી ઘટાડવામાં પણ ફાયદો થશે. તેનાથી હોસ્પિટલાઈઝેશન 0% થવાની આશા છે.

image source

ઉંડાણપુર્વક વાત કરતા આદર પૂનાવાલાએ કહ્યું હતું કે-વાઈરસની અસર 60 % સુધી ઓછી થઈ જશે. કોવીશીલ્ડની ગ્લોબલ ટ્રાયલમાં હોસ્પિટલાઈઝેશન 0% રહ્યું છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે કોવીશીલ્ડના અંતિમ તબક્કાનું ટ્રાયલ બે રીતે કરાયું છે. પ્રથમમાં તેની 62% અસર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધારે.

image source

સરેરાશ જોઈએ તો તે 70% આસપાસ છે. SII ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરનો દાવો હતો કે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. તેમજ પૂનાવાલાએ કહ્યું કે, જાન્યુઆરીથી દર મહીને 5-6 કરોડ વેક્સિન બનવા લાગશે. જાન્યુઆરી સુધીમાં 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર થશે. સરકારની પરવાગી મળતાની સાથે જ સપ્યાઈ શરૂ કરાશે. આ સાથે જ આજે લોકોમાં આ સમાચાર પછી ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ કોરોના દર્દીને પણ એક નવી આશા જાગી છે.

image source

ગુજરાતમાં શનિવારે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 332, સુરત કોર્પોરેશન 228, વડોદરા કોર્પોરેશન 138, રાજકોટ કોર્પોરેશન 98, બનાસકાંઠા 58, મહેસાણા 57, સુરત 56, રાજકોટ 53, પાટણ 50, વડોદરા 41, ગાંધીનગર 37, ખેડા 32, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, દાહોદ 29, સાબરકાંઠા 27, અમદાવાદ 25, આણંદ 25, મહીસાગર 25, પંચમહાલ 24, ભાવનગર કોર્પોરેશન 21, ભરૂચ 19, મોરબી 19, અમરેલી 18, જુનાગઢ 17, કચ્છ 16, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 12, જુનાગઢ કોર્પોરેશન 11, જામનગર 10, નર્મદા 9, અરવલ્લી 7, ભાવનગર 6, છોટા ઉદેપુર 6, દેવભૂમિ દ્વારકા 6, બોટાદ 3, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 2, તાપી 2 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત