પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈએ યુવકને મારી નાંખ્યો, પછી લાશને કલર કરવા લાગ્યો, આ રીતે ભાંડો ફૂટ્યો

ઘર કંકાસ અને લવ અફેરના કારણે ઘણા લોકોના જીવ ગયા છે અને આપણે એવા કિસ્સા પણ નજર સામે જોયા છે. કારણ કે કોઈને કોઈ ખુણેથી આવા કિસ્સા સામે આવતા જ રહે છે અને ખુની ખેલ ખેલાતા રહે છે. ત્યારે કંઈક એવો જ અઘરો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરતથી કે જેમાં પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈએ યુવકની હત્યા કરી નાંખી હતી અને પછી લાશને કલર કરવા લાગ્યો હતો.

image source

તો આવો વિગતે વાત કરીએ કે આ સનસનીખેજ કેસ શું છે અને કોની વચ્ચે રમાયો હતો. આ વાત છે સુરતના ખજોદ વિસ્તારની. ત્યાં ડાયમંડ બુર્સની બિલ્ડિંગમાં કલર કામ કરતાં એક શ્રમિકે બીજા યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પછી કારણ સામે આવતા સનસની મચી જવા પામી હતી.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો પોતાની પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈની તેના ભાઈએ જ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, ગળું દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા બાદ આરોપીએ મૃતદેહને ગોડાઉનમાં કલરના ડબ્બા પાછળ સંતાડી દીધો હતો અને ઉપર સિમેન્ટની ગૂણો પણ મૂકી દીધી કે જેથી લાશને સંતાડી શકે, આવા કંઈક પ્રયાસો કર્યા હતા પણ તેમ છતાં બધું સામે આવી ગયું હતું. જ્યારે મૃતક વિશે તેના મામાને પૂછવામાં આવ્યું તો હત્યાના આરોપી ભાણેજે કહ્યું કે મેં તેની હત્યા કરી છે.

image source

જ્યારે હત્યા અંગે મામા ઈમરાને પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે મારી પત્ની સાથે તે વાત કરતો હોવાથી તેની હત્યા કરી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો સમગ્ર હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વસીમના મામા ઈમરાને કહ્યું, ખજોદા ખાતે નિર્માણાધીન ડાયમંડ બુર્સના બિલ્ડિગમાં કલરકામ કરી રહ્યા હતા. ગત રોજ બપોરે જમીને ફરી કામે ચડ્યા ત્યારે વસીમ કામ પર આવ્યો નહોતો, જેથી સમીરની પૂછવાંમાં આવ્યું હતું અને ત્યારે બધી વાતો સામે આવી હતી. સંબંધમાં સમીર અને વસીમ માસિયાઈ ભાઈ છે. સમીરે કહ્યું હતું કે મેં જ તેની હત્યા કરી છે. આ વાત સાંભળીને જ બધા ચોંકી ગયા હતા.

image source

જ્યારે તેને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મારી પત્ની સાથે વાત કરતો હોવાથી મને ન ગમ્યું અને તેની હત્યા કરી છે. મૃતક વિશે માહિતી મળી રહી છે કે તે 10 દિવસ અગાઉ જ વતન યુપીથી આવ્યો હતો. મૃતકના લગ્ન નહોતા થયા. આ ઘટના અંગે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણે જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સમાં કલરકામ કરીએ છીએ. ત્યાં બન્ને ભાણિયા વસીમ અને સમીર કામ કરતા હતા.

image source

હું ઉપરના માળે કામ કરી રહ્યો હતો. 12.30 કલાકે સમીરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે વસીમ પાણી પીવા માટે ગયો છે. ત્યાર બાદ પરત આવ્યો નથી. જે મેં તેને કહ્યું કે ત્યાં જ હશે, તું જો, તારી સાથે તો કામ કરતો હતો. ત્યાર બાદ તે શોધવા પણ ગયો હતો અને એ પછી 1 વાગે અમે ઘરે જમવા ગયા હતા.

image source

પછીની ઘટના વિશે વાત કરતાં નૌશેઅલી પઠાણે કહ્યુ કે, ત્યાર બાદ સમીર પણ ઘરે આવી જાય છે. ત્યારે ફરી એક વખત મેં સમીરને વસીમ અંગે પૂછ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે વસીમ મને મળ્યો જ નથી અને પાછા 2 વાગ્યે અમે જમીને બિલ્ડિંગમાં કામ અર્થે ચાલ્યા ગયા હતા. બસ આટલું થયા બાદ તેની લાશ મળી આવી હતી.પછીથી તેણે જાણ કરી કે સમીરે વસીમની હત્યા કરી લાશને બેજમેન્ટના કલર સ્ટોર રૂમમાં છુપાવી દીધી હતી.

image source

જેથી લોકો ત્યાં પહોચ્યા હતા અને જોયું તો વસીમની લાશના ગળાના ભાગે ફંદો લગાવેલો હતો અને આંખના ઉપરના ભાગે સેન્ટિંગ જેકનો લોખંડનો રોડ પણ મારેલો હતો. પછીની વાત એવી હતી કે તેની લાશને સ્ટોરમાં પણ છુપાવી દીધી હતી. તેની લાશની ઉપર 30 કિલોના વજનવાળા કટ્ટા મૂકી દીધા હતા. ત્યારે હવે જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે લોકો ભારે ચર્ચા કરી રહ્યાં છે અને બંન્ને ભાઈઓની સ્ટોરી હાલમાં ચારેકોર વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત