નેતાજીની જયંતિ પર PM મોદીનો ‘ટૈગોર લુક’, સફેદ કુર્તા- પાયજામાં અને શાલની જોવા મળ્યા.

કોલકાતા પહોંચતા જ પીએમ મોદી સફેદ કુર્તા, ચુડીદાર પાયજામા અને ક્રીમ કલરની શાલમાં જોવા મળ્યા. પીએમ મોદીના હાથમાં માસ્ક પણ હતું એ પણ સફેદ રંગનું હતું. એટલું જ નહીં, પીએમ મોદીના વાળ એવી રીતે સટાઇલ કરવામાં આવ્યા હતા કે, તેઓ ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોરનો આભાસ કરી રહ્યા હતા.

image source

-ટૈગોર લુક’માં પીએમ નરેન્દ્ર મોદી.

-નેતાજીની ૧૨૫મી જયંતી ઉજવી રહ્યો છે દેશ.

-કોલકાતામાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ.

image source

નેતાજી સુભાષ ચંદ્ર બોસની ૧૨૫મી જયંતિ પર પીએમ નરેન્દ્ર મોદી બંગાળમાં બંગાળી સંસ્કૃતિના મોટા નાયક રવિન્દ્રનાથ ટૈગોરના લુકમાં જોવા મળ્યા. વર્ષ ૨૦૨૧માં બંગાળના સફર પર પીએમ નરેન્દ્ર મોદી શનિવારના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતીમાં સામેલ થવા કોલકાતા પહોચ્યા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પૂરી રીતે સફેદ પોશાક માં નજર આવ્યા છે. તેમનો લુક અને ગેટઅપ રવિન્દ્રનાથ ટૈગોરની સાથે હળતો મળતો નજર આવી રહ્યો હતો.

image source

કોલકાતા પહોચતા જ પીએમ નરેન્દ્ર મોદી સફેદ કુર્તા, ચૂડીદાર પાયજામા અને ક્રીમ કલરની શાલમાં નજર આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં માસ્ક પણ હતું જે સફેદ રંગનું હતું. એટલું જ નહી, પીએમ નરેન્દ્ર મોદીના વાળ પણ ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોર જેવા લાગી રહ્યા હતા. લાંબી દાઢી, ડાબા હાથમાં લટકાવેલ શાલ, સફેદ કુર્તા અને ચૂડીદાર પાયજામામાં પીએમ નરેન્દ્ર મોદીનો લુક ટૈગોર જેવો જોવા મળી રહ્યો હતો.

image source

આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી કોલકાતા આવતા પહેલા અસમના શિવસાગરમાં એક કાર્યક્રમમાં પહોચ્યા હતા. અહિયાં પીએમ નરેન્દ્ર મોદી અલગ પહેરવેશમાં હતા. પરંતુ કોલકાતામાં પીએમ નરેન્દ્ર મોદી બીજા પહેરવેશમાં જોવા મળ્યા.

પીએમ નરેન્દ્ર મોદી કોલકાતામાં સૌથી પહેલા નેતાજી ભવનમાં પહોચ્યા. આ સુભાષ બાબુનું અંગત ઘર છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘરની પૂરી રીતે જોયું. પીએમ નરેન્દ્ર મોદીએ અહિયાં હાજર સુભાષ ચંદ્ર બોસ સાથે જોડાયેલ વસ્તુઓનું નીરીક્ષણ કર્યું.

નેતાજી ભવનના ઘરેથી નીકળીને પીએમ નરેન્દ્ર મોદી નેશનલ લાઈબ્રેરી પહોચ્યા. અહિયાં પીએમ નરેન્દ્ર મોદીએ નેતાજીના કેટલાક ફોટોસને જોયા. આપને જણાવી દઈએ કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસની ૧૨૫મી જયંતીને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસના રૂપમાં ઉજવણી કરી રહી છે, ત્યાં જ પશ્ચિમ બંગાળની સરકાર આ દિવસને દેશનાયક દિવસના રૂપમાં ઉજવણી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત