લિવ ઈનમાં રહેતા હોય તો ધ્યાન રાખજો! યુવતી સાથે એવું થયું કે…

વર્તમાન સમયમાં યુવા વર્ગમાં લીવ ઈનમાં રહેવાનું ચલણ વધ્યું છે. લાંબા સમય સાથે રહેતા યુવક યુવતીઓ લગ્ન પહેલા જ તમામ મર્યાદાઓ પાર કરી દે છે. જો કે આવા કિસ્સામાં બધા યુવાનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શકતો નથી. ઘણીવાર અણબનાવ બનતા બનતા બન્ને છુટ્ટા પડે અને પછી પછતાવાનો વારો આવે છે. પરંતુ ઘણીવાર સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે વાત કોર્ટ કચેરી સુધી પહોંચી જાય છે. આવી એક ઘટના સામે આવી છે અમદાવાદમાં. કે જ્યાં પ્રેમિકા સાથે લીવ ઈનમાં રહેતા યુવકે પ્રેમિકા ગર્ભવતી બનતા લગ્ન કરવાની ના પાડી દીધી અને તેને છોડી દીધી છે.

આ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું

image source

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનો યુવક અને સુરતની યુવતી છેલ્લાં 3 માસથી લીવ-ઇનમાં રહેતા હતા. આ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરતુ લગ્ન પહેલા જ પ્રેમિકા ગર્ભવતી થતાં પ્રેમીએ તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. જેથી પ્રેમિકા પર આભ ફાટી પડ્યું હતું. ત્યાર બાદ યુવકે યુવતીને અમદાવાદ બોલાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે યુવતીને કોઈ માર્ગ ન સુજતા તેમણે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી અને પોલિસે સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત પરત મોકલી દીધી હતી.

યુવતી ગર્ભવતી બની

image source

આ યુવતી સુરતની રહેવાશી છે અને તેને અમદાવાદમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્ને છેલ્લા 3 મહિનાથી લીવ-ઇનમાં રહેતા હતા, આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જો કે બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ વાત ત્યારે બગડી જ્યારે યુવતી ગર્ભવતી બની, આ વાતની ખબર પડતા જ આ યુવકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ,વાત આટલેથી નહોતી અટકી યુવકે તેની પ્રેમિકાનો નંબર પોતાના મિત્રોને આપીને અશ્લિલ વાતો કરવા પણ કહ્યું હતું.

યુવકે યુવતીને ફોન કરી અમદાવાદ મળવા બોલાવી

image source

તો બીજી તરફ યુવતીએ પોતાના માતા-પિતાને તે ગર્ભવતી હોવાની જાણ ન હોવાથી અને પ્રેમી ફોન ઉપાડતો ન હોવાથી ગભરાઇ ગઈ હતી અને તેમણે આખરે ગર્ભપાતની દવા લઇ લીધી હતી. તો બીજી તરફ થોડા દિવસ બાદ યુવકે યુવતીને ફોન કરી અમદાવાદ મળવા બોલાવી હતી. ત્યાર બાદ અમદાવાદ આવેલી યુવતી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા એકલી ગઇ હતી. જેનાથી તેનો પ્રેમી ગુસ્સે થયો હતો અને આવેશમાં આવી હોસ્પિટલમાં ચાકુ લઇને પહોંચી ગયો હતો. ત્યાર બાદ ગભરાયેલી યુવતીએ મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માગી હતી. કોલ મળતા જ મહિલા હેલ્પલાઇને સ્થળ પર જઇને સમાધાન કરાવ્યું હતું.

ખુશી માતમમાં ફેરવાઈ ગઈ

image source

જો કે યુવતી જ્યારે ગર્ભવતી બની ત્યારે તે ઘણી ખુશ હતી તેને તો મનમાં એમ હતું કે થોડા સમય બાદ લગ્ન થવાના છે પંરતુ જ્યારે તેના પ્રેમીએ દગો કર્યો ત્યારે ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. ઉલટાના બન્ને વચ્ચે જઘડા પણ થવા લાગ્યા હતા. કરૂણાતા તો એ છે કે જ્યારે યુવતી સુરતથી અદાવાદ આવી ત્યારે તેમની પાસે પૈસા પણ નહોતા. યુવાનીના જોશમાં હોંશ ખોઈ બેસતી દરેક યુવતી માટે આ દાખલારૂપ કીસ્સો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત