શિલ્પા શેટ્ટીની પાંચ કલાક ચાલેલી પૂછપરછમા આ વાત પરથી ઉઠ્યો પડદો, જાણી લો વધુ વિગતો.

પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ થયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની પત્ની અને બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી.શુક્રવારે જેવા કોર્ટે રાજ કુન્દ્રાને પોલીસ હીરાસ્તમાં મોકલ્યા કે તરત જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજ કુન્દ્રાને લઈને ઘરે પહોંચી ગઈ જ્યાં શિલ્પા શેટ્ટી પણ હાજર હતી.

શિલ્પાની થઈ પૂછપરછ.

image source

ઘરમાં તલાસી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી છે. એ પછી પ્રોપર્ટી સેલના બે અધિકારીઓએ શિલ્પાને 20થી 25 સવાલ પૂછ્યા. સૂત્રોએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચને એવી જાણકારી મળી હતી કે શિલ્પા શેટ્ટીને હોટશોટ વિશે ખબર છે.

image source

એવામાં તમને અમુક સવાલો વિશે જણાવીએ જે ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીને પૂછ્યા હતા અને એના પર શિલ્પા શેટ્ટીએ શુ જવાબ આપ્યો.

શુ પોર્ન રેકેટ વિશે જાણતી હતી શિલ્પા.

image source

પોલીસે પૂછ્યું કે શું તમને રાજ કુન્દ્રાના પોર્ન રેકેટ વિશે ખબર હતી? આ રેકેટમાં મળેલા પૈસા વિયાન ઇન્ડસ્ટ્રીમાં જતા હતા જેમાં એ પોતે 2020 સુધી ડાયરેકટર રહી ચુકી છે? એના પર શિલ્પા શેટ્ટી એ કહ્યું કે જે પણ વિડીયો હોટશોટ પર છે એ પોર્ન નથી પણ ઇરોટિક છે. શિલ્પા શેટ્ટીએ એ પણ કહ્યું કે એના જેવું કન્ટેન્ટ તો બીજા ઓટીટી પ્લેટફોર્મ પર પણ છે જેમાંથી ઘણા તો ખૂબ જ ઓબસીન હોય છે.

સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે રાજ કુન્દ્રાની જેમ જ શિલ્પા શેટ્ટીએ પણ પોલીસને કહ્યું કે એમનો આ વીડિયો બનાવવામાં કોઈ હતું નથી જે વીડિયોને ક્રાઈમ બ્રાન્ચ પોર્નોગ્રાફ જણાવી રહી છે.

image source

કુન્દ્રાએ કહ્યું કે બધી વસ્તુ એના જીજાજી પ્રદીપ બક્ષી લંડનથી ચલાવતા હતા એ ફક્ત વોટ્સએપ પર વાત કરતા હતા. જો કે પોલીસને કહેવું છે કે એમની પાસે કુન્દ્રા વિરુદ્ધ ઘણા પુરાવા છે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે એ બધું જાણતા હતા અને દરેક વસ્તુની ડિલ કરતા હતા અને એમના જીજા જે લંડનની કંપનીના મલિક છે એ ફક્ત નામના જ છે .

image source

મુંબઈ પોલીસે જણાવ્યું કે એમને કોઈ એવો પુરાવો નથી મળ્યો જેના આધારે શિલ્પા શેટ્ટીની ડાયરેકટ લિંક આ બાબત સાથે જોડી શકાય.
તમને જણાવી દઈએ કે 23 જુલાઈના રોજ પોલીસે રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી બનાવવાના આરોપ હેઠળ અરેસ્ટ કર્યા છે.