ઘરમાં રમતા-રમતા નાના બાળકે એવી વસ્તુ ગળી લીધી કે ડોક્ટરોએ ઓપરેશન કરીને કહ્યું-આવું તો પહેલી વખત જોયું

નાના બાળકો જ્યારે રડે ત્યારે આપણે સમજી ન શકીએ કે શું વાંધો છે, પણ હા એક વાત નક્કી છે કે જ્યારે બાળક રડે ત્યારે એને કંઈક વાંધો તો હોય જ. ત્યારે હાલમાં એક બાળકનો અઘરો કેસ સામે આવ્યો છે અને હાલમાં તેની જ ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં એમવાય હોસ્પિટલના નિષ્ણાતોએ એક જટિલ ઓપરેશન કરીને 9 મહિનાના બાળકનું જીવન બચાવી લીધું છે આ માટે દોઢ કલાકનું ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ બાળકની શ્વાસનળીમાંથી એલઇડી બલ્બનો એક નાનો પોઇન્ટ દૂર કરવામાં આવ્યો. આ જોઈને ઘરના લોકો સાથે દવાખાનો સ્ટાફ પણ જોતો રહી ગયો હતો.

image source

બાળકને બલ્બ ફસાઈ જતા કેવી પરિસ્થિતિ થઈ હતી એની જો વાત કરીએ તો બાળકનું એક ફેંફ્સુ કામ કરતુ બંધ થઈ ગયુ હતુ અને ચાર દિવસ સુધી બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ થયું એવું કે શું રોગ છે એ સમજમાં ન આવતા પરિવારજનોએ તેને એમવાય પર લાવ્યા હતા. નાક,કાન,ગળા વિભાગનાં હેડ ડૉક્ટર આર.કે. મુદ્ડા અને ડૉ. યામિની ગુપ્તાનાં માર્ગદર્શનમાં ડૉક્ટર જગરામ વર્માની ટીમે આ ઓપરેશન કર્યુ હતુ અને તે સફળ પણ રહ્યું હતું. જો મળતી માહિતી મુજબ વાત કરીએ તો 9 મહિનાના કાર્તિકના પિતા જીતેન્દ્ર પાટિલ કે જેઓ ભગીરથપુરામાં રહે છે અને આ બાળકને અચાનક વધુ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

image source

બાળકની આવી હાલત જોઈને પરિવારનાં લોકો તેને નજીકના ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા. સારવારના 4 દિવસ પછી દર્દીને કોઈ રાહત ન હતી. પણ પછી પરિસ્થિતિ વધુ બગડતી જોઈને, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલના નાક, કાન, ગળા વિભાગમાં લાવ્યા, જ્યાં તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો અને દર્દીને ઓક્સિજન લગાવી સિટી સ્કેન કરવામાં આવ્યુ હતુ. પછી એમાં જે જોવા મળ્યું એ જોઈને લોકોની આંખો ફાટી ગઈ હતી. બાળકનાં ડાબી બાજુનાં ફેંફ્સાની ઉપર શ્વાસનળીમાં કંઈક સેફ્ટીપીન જેવું ફસાયેલું છે. અને તેનું ડાબુ ફેંફ્સુ બંધ થઈ ગયુ છે.

image source

ત્યારબાદની વાત કરવામાં આવે તો આ રીતે ગંભીર હાલત જોતા બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ડૉ.યામિની ગુપ્તા અને નાક-કાન-ગળા વિભાગનાં પ્રોફેસરના માર્ગદર્શનમાં ડોક્ટર જગરામ વર્મા એસોસિએટ પ્રોફેસર અને નિસા ચેતના વિશેષજ્ઞ ડૉક્ટર રશ્મિપાલ એસોસિએટ્સ પ્રોફેસર અને ડો. દિપાલી પ્રોફેસર અને બંને વિભાગનાં સહયોગની મદદથી એક કરીને બધાના પ્રયત્નો સાથે મળીને દૂરબીન પદ્ધતિ દ્વારા આ જટિલ ઓપરેશન કરીને એલઈડી બલ્બ તેના તાર સહિત સફળતાપૂર્વક કાઢવામાં સફળ રહ્યા હતા. આ વિશે વાત કરતાં ડો.જગારામ વર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત એમ.વાય.માં આવા નાના બાળક માટે આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

image source

ડોક્ટરે આગળ વાત કરી કે સામાન્ય રીતે 1 અને 2 વર્ષનાં બાળકો સીતાફળનાં બી, (સિક્કો) નાણાં, ઓલ પિન, આ તો કાઢી લે છે. પરંતુ 9 મહિનાના બાળકનાં શરીરની અંદરથી એલઈડી બલ્બ કાઢવો તે આ પ્રકારનો ડો.જગરામે પહેલો અનુભવ કર્યો હતો. 9 મહિનાનાં કાર્તિકને હોસ્પિટલ લઈને આવ્યા હતા. તે સમયે, સીટી સ્કેનમાં એક જ સમયે સ્પષ્ટ થયું ન હતું કારણ કે એલઇડી બલ્બ કાચથી કવર હતો અને સિટી સ્કેનમાં ફક્ત વાયર જ દેખાતા હતા, ત્યારબાદ બે કે ત્રણવાર સીટી સ્કેન કરવા પર પરિસ્થિતિ સાફ થઈ ગઈ અને ત્યારબાદ આખરે બધાની મહેનત રંગ લાવી અને આ જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!