દાવો: કોરોનાના છે સામાન્ય લક્ષણ? તો આ આયુર્વેદિક દવા આપશે ખુબ ફાયદો, જાણો તમામ માહિતી એક ક્લિકે

એક તરફ જ્યાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યાં બીજી તરફ એક આયુર્વેદિક દવા પણ સામે આવી છે જે કોરોનાની સારવારમાં કારગર સાબિત થઈ રહી છે. આયુષ મંત્રાલયે કહ્યું છે કે કોવિડ 19ના હળવા અને મધ્યમ સ્તરના દર્દીઓની સારવારમાં આયુષ 64 નામની આયુર્વેદિક દવા કારગર સાબિત થઈ રહી છે.

image source

દેશની પ્રતિષ્ઠિત સંસ્થાનોના વૈજ્ઞાનિકોએ જણાવ્યાનુસાર આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અનુસંધાન પરિષદ દ્વારા વિકસિત એક પોલી હર્બલ ફોર્મૂલા આયૂષ 64 લક્ષણ ન હોય તેવા, હળવા લક્ષણ હોય તેવા અને મધ્યમ લક્ષણ હોય તેવા દર્દીના ઉપચારમાં કારગર સાબિત થાય છે.

આયુષ 64 ટેબલેટ સપ્તપર્ણ, કુટકી, ચિરાયતા અને કુબેરાક્ષ ઔષધિયોથી બનેલી છે. તે વૈજ્ઞાનિક અનુસંધાનના આધાર પર બનેલી છે અને આ દવા સુરક્ષિત અને પ્રભાવી આયુર્વેદિક છે. કોરોનાની સારવારમાં તેને સુરક્ષિત દવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

image source

ઉલ્લેખનીય છે કે આયુષ 64 મૂળ રીતે મલેરિયાની દવા તરીકે વર્ષ 1980માં વિકસિત કરવામાં આવી હતી. આ દવાને કોવિડ 19 સંક્રમણ હેતુ પુનરુદ્દેશિત કરવામાં આવી છે. આયુષ મંત્રાલયે દેશના અલગ અલગ હોસ્પિટલમાં દાખલ 140 જેટલા દર્દી પર આ દવાનું ટેસ્ટીંગ કર્યું હતું. આ ટેસ્ટ પછી સામે આવ્યું કે કોરોનાના દર્દી દવા લીધા બાદ ઝડપથી સ્વસ્થ થયા અને તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આયુષ 64 દવાને અન્ય એલોપેથિક દવા સાથે પણ લઈ શકાય છે. આ દવા લેવાની રીત વિશે નિષ્ણાંતોનું કહેવું છે કે આ દવાની 2 ગોળી દિવસમાં 2 વખત લેવાની હોય છે. આ દવા ગરમ પાણી સાથે પીવાની હોય છે. આ દવા લેવાની સલાહ ડોક્ટર 2થી 12 સપ્તાહ સુધી આપી શકે છે. દર્દીની સ્થિતિ અનુસાર ડોક્ટર આ દવા આપે છે.

image source

આ દવાની અન્ય એક ખાસિયત એ પણ છે કે તે કોરોનાના દર્દીને શારીરિક રીતે સ્વસ્થ કરવાની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ કરે છે. આ દવા ડાયાબિટીસના દર્દી માટે પણ અસરકારક છે. કારણ કે નિષ્ણાંતોએ જે દર્દી પર આ દવાનો પ્રયોગ કર્યો હતો તેમાં કેટલાક દર્દી ડાયાબિટીક પણ હતા. આ દર્દીઓ પર પણ આ દવાએ સારી અસર દર્શાવી હતી.

image source

કોરોનાની આ બીજી લહેર ખુબ જ ઘાતક છે તેવામાં આ આયુર્વેદિક દવા દર્દી માટે લાભકારી નીવડી શકે છે. આ દવા લેવાથી દર્દીને શારીરિક તેમજ માનસિક રીતે લાભ થાય છે. કારણ કે કોવિડ થયા બાદ દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે તેથી જરૂરી છે કે દર્દીની શારીરિક સમસ્યા સાથે માનસિક સમસ્યા પણ દૂર થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!