એક સમયે હવામાં ઉડી વાદળો સાથે વાતો કરતી એર હોસ્ટેસ બની ડિપ્રેશનનો શિકાર, જાણો સમગ્ર ઘટના

માણસનો સમય ક્યારે બદલાય તેનું કઈ ન કહી શકાય. રાજમાંથી રંક અને રંકમાંથી રાજા બનતા વાર નથી લાગતી. જેમ માણસની પરિસ્થિતિ બદલાય તેમ તેમની સાથે રહેલા લોકોના સંબંધો પણ બદલાય છે. જે લોકો સારી પરિસ્થિતિમાં વાહ વાહી કરતા હોય છે થોડો સમય ખરાબ આવતા જ પીઠ બતાવી દે છે.

image source

આજે અમે તમને જે યુવતીની કહાની કહેવા જઈ રહ્યા છે તેને જાણીને તમે પણ ચોંકી જશો. જે યુવતી એક સમયે હવામાં ઉડી વાદળો સાથે વાતો કરતી હતી તેની સ્થિતિ એવી બદલાણી કે તેને મંદબુદ્ધીના આશ્રમમાં રહેવાની ફરજ પડી.

ઘર કંકાસના કારણે ક્રિષ્ના ડિપ્રેશનમાં સરી પડી

image source

તમને જણાવી દઈએ કે આ કહાની છે ક્રિષ્નાની. જે એક સમયે કિંગ્સ એઇર લાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવી હતી. પરંતુ સમયે એવી પરીક્ષા લીધી કે તે અત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલ જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં આશ્રય લેવા મજબૂર બની છે.

image source

તમને જણાવી દઈએ કે લગ્ન બાદ સતત ઘરમાં રહેતા કંકાસના કારણે ક્રિષ્ના ડિપ્રેશનમાં સરી પડી હતી. જો કે વીધીની વક્રતા જુઓ આવી સ્થિતિમાં પતિએ સાથ આપવાના બદલે ડિવોર્સ આપી દીધા. તો બીજી તરફ જન્મ આપનાર માતા પિતાએ પણ મોઢૂ ફેરવી નાખ્યું. આ દુખના કારણે ક્રિષ્ના વધુ ડિપ્રેશનનો શિકાર બની. પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસી. ત્યાર બાદ તે અત્યારે છેલ્લા ત્રણ મહિનાથી અરવલ્લીના બાયડ ખાતે આવેલ જય અંબે બિનવારસી મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં આશ્રય લઈ રહી છે. જો કે હાલમાં તેની સ્થિતિ બહુ સારી છે. અહી તેમના સાથે ખુબ સારો વ્યવહાર કરવામાં આવતો હોવાથી તેમની સ્થિતિમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો.

આશ્રમે મને નવી જિંદગી આપી

image source

આ અંગે સંસ્થાના પ્રમુખ અશોકભાઈ અને સમસ્ત સ્ટાફ આશ્રય લેતી બહેનોને પરિવાર જેવું હૂંફાળું વાતાવરણ પૂરું પાડી રહ્યાં છે. જેના કારણે ક્રિષ્ના ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગી છે અને આશ્રમનું વહીવટી કામ પણ સાંભળવા લાગી છે. નોંધનિય છે ક્રિષ્ના કમ્પ્યુટર પણ સારી રીતે ચલાવી શકે છે. જેના કારણે તે આશ્રમના હિસાબો પણ હવે સંભાળી રહી છે. આ સમગ્ર ઘટના અંગે ક્રિષ્નાએ જણાવ્યું કે, આશ્રમે મને નવી જિંદગી આપી છે. બિનવારસી મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓનું દુઃખ શુ હોય છે એ મારાથી વધુ કોણ જાણી શકે? હવે આ બહેનો જ મારો પરિવાર છે. અહી આવ્યા બાદ મારૂ મન હલકુ થયું છે. મને પોતિકાપણુ લાગી રહ્યું છે.

119 જેટલી મહિલાઓ પોતાના પરિવાર સાથે પરત ફરી

image source

તમને જણાવી દઈએ કે અહીયા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીનાં રાજ્યોની કુલ 147 મહિલાઓ આશ્રય લઈ રહી છે. જો કે બહારના રાજ્યાંથી આવતી મહિલાઓની ભાષા સમજવામાં ઘણીવાર તકલીફ થાય છે. તેમના પરિવારની માહિતી માટે હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને ઉભા રાખીને પૂછપરછ કરાય છે. તમને જણાવી દઈએ કે આ આશ્રમમાં આશ્રય લેતી મહિલાઓને મળતી પારિવારિક હૂંફ અને તબીબી સારવારના કારણે અત્યાર સુધી 119 જેટલી મહિલાઓ પોતાના પરિવાર સાથે પરત ફરી છે. તમને જણાવી દઈએ કે એક યુવતી જ્યારે તેના ઘરે પરત ફરી ત્યારે તેમના પરિવારે તેની અંતિમવિધિ પણ કરી નાખી હતી. આ આશ્રમમાં મળતી સુવિધા ઓ વિશે વાત કરીએ તો અહીં મહિલાઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ સમયે સમયે આ મહિલાઓને માઈન્ડ ફ્રેસ કરવા અલગ અલગ જગ્યાએ ફરવા પણ લઈ જવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ આશ્રમ લોકસહયોગથી ચાલે છે. આ આશ્રમની સેવાકિય પ્રવૃતિના કારણે અનેક મહિલાઓના જીવન બદલાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત