9 વર્ષથી પિતા આચરી રહ્યો હતો દુષ્કર્મ: માતાની સામે જ દીકરી સાથે પિતા કરતો પાપલીલા, માતા-દીકરી વિરોધ કરતાં તો…
પિતા અને દીકરીના સંબંધને સૌથી પવિત્ર અને મજબૂત માનવામાં આવે છે. કહેવાય છે કે પરિવારમાં દીકરી તેના પિતાની સૌથી વધુ નજીક હોય છે. પિતા અને પુત્રીના આ પવિત્ર સંબંધને લજવે તેવી ઘટના ભોપાલમાં નોંધાઈ છે. દીકરીની આબરુ પર આંચ પણ આવે તો બાપ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે પરંતુ ભોપાલમાં એક બાપ છે છેલ્લા 9 વર્ષથી તેની દીકરીની આબરુ સાથે રમત રમતો હતો. આ બાપ પર ચોતરફથી ફીટકાર વરસી રહી છે.
આ ઘટના ભોપાલમાંથી સામે આવી છે અહીં એક પિતા તેની 17 વર્ષની દીકરી પર સતત દુષ્કર્મ આચરતો હતો. આ પાપલીલા એકવારની ન હતી. આ નરાધમ પિતા નવ નવ વર્ષથી તેની દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. આ વાત સામે આવતાં રીતસર ખળભળાટ મચી જવા પામ્યો છે કારણ કે કોઈ સગો બાપ ઉઠી અને દીકરી પર હવસ સંતોષ તે ઘટનાથી સૌ કોઈ પિતા પર ફીટકાર વરસાવી રહ્યા છે.
આ ઘટનામાં જે આરોપી પિતા છે તે તેની 17 વર્ષની દીકરી પર 9 વર્ષ કરતાં પણ વધુ સમયથી તેનું શારીરિક શોષણ કરતો હતો. દીકરી જ્યારે કુમણી વયની હતી ત્યારથી પિતા તેની સાથે શારીરિક સંબંધ ધરાવતો હતો. પિતાની આ પાપલીલા બહાર ન આવે અને કોઈને આ વાતની જાણ ન થાય તે માટે તે પોતાની દીકરી અને તેની પત્નીને નિર્દયતાથી મારતો હતો.
હદ તો ત્યારે પાર થઈ જતી કે જ્યારે તે તેની દીકરી પર પત્નીની સામે જ દુષ્કર્મ આચરતો હતો. 9 વર્ષ સુધી સતત પિતા દ્વારા શારીરિક શોષણ અને તે પણ પોતાની માતા સામે જ થતું હોવાથી દીકરી કંટાળી ગઈ અને અંતે તેણે હિંમત કરી પિતા સામે ફરિયાદ નોંધાવી અને આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.
દીકરી પર પિતા જે અત્યાચાર કરતો તેનાથી 17 વર્ષની દીકરી કંટાળી ચુકી હતી અને માનસિક આઘાત અને શરમના કારણે તે પહેલાથી જ તેનો અભ્યાસ છોડી ચુકી હતી. જે દીકરી પર પિતા અત્યાચાર કરતો તેને ત્રણ ભાઈ પણ હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. સગીરાએ પિતા વિરુદ્ધ પોલીસને જે નિવેદન આપ્યું તેમાં જણાવ્યું હતું કે તેનો પિતા છેલ્લા 9 વર્ષ કરતાં પણ વધારે સમયથી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી રહ્યો છે. આ વાત કોઈને ખબર ન પડે તે માટે તેનો અભ્યાસ, અન્ય લોકો સાથેના સંપર્ક બધુ જ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. આ ફરિયાદ બાદ પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.