ત્રણ દિકરામાંથી કોઇ આ બાને રાખવા માટે નથી તૈયાર, આટલું જ નહિં…પૂત્રવધૂએ નિર્દયી રીતે આ બાને ફટકારીને કરી નાંખી સાવ એવી હાલત કે…કાંતા બાની આ કરુણ કહાની વાંચીને તમે પણ રડી જશો
સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર એવી ઘટના સામે આવે છે જેનાથી કોઈને જીવ બચી જાય છે તો ક્યારેક કોઈનું ખરાબ થયેલું જીવન બચી જાય છે. આવું જ કંઈક બન્યું છે મૂળ ભાવનગરના તળાજાના રાજપરા ગામના અને હાલ સુરતમાં વસતા કાંતાબેન સાથે. પતિના અવસાન બાદ 85 વર્ષના કાંતાબેનને વતન છોડી દિકરાને ત્યાં રહેવું પડે તેમ હતું. કાંતાબેનને સંતાનમાં ત્રણ દિકરા છે જેમાંથી 2 દિકરાએ તો તેમને સાથે રાખવાની જ ના કહી દીધી. તેના કારણે તેમને ત્રીજા દિકરાને ત્યાં રહેવું પડ્યું. 85 વર્ષના વૃદ્ધ કાંતાબેનને પોતાના કામ કરવામાં પણ સમસ્યા થતી ત્યાં તેની 60 વર્ષની વહુ તેની સાથે વારંવાર ઝઘડા કરતી અને મારઝૂડ કરતી.
સાસુ સાથે પુત્રવધુ કેટલી ભયંકર રીતે મારઝૂટ કરતી તે વાતનો પુરાવો બન્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો. જ્યારે બાલકનીમાં પુત્રવધુ સાસુને વાળ ખેંચી, જમીન પર પછાડી અને બેફામ મારતી હતી ત્યારે તેનો વીડિયો નજીકમાં રહેતા એક બાળકે ઉતારી લીધો અને ઘરમાં બતાવ્યો. જાગૃત નાગરિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી અને વરાછા પોલીસ સ્ટેશનના કર્મીઓ તાબડતોપ તે જગ્યાએ પહોંચ્યા.
પોલીસે વીડિયો જોયા બાદ નક્કી કરી લીધું હતું કે નિષ્ઠુર વહુ પર કાર્યવાહી કરવી પરંતુ બેફામ માર ખાધા બાદ પણ કાંતાબેને તેની પુત્રવધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ના કહી દીધી. વૃદ્ધાએ ત્યારબાદ પોલીસને દિકરાના ઘરે ન રહેવાનું જણાવતા પોલીસકર્મી તેમને પોતાની સાથે લઈ ગયા જ્યારે તેમને પગથિયાં ચઢવામાં તકલીફ જણાય તો એક પોલીસકર્મીએ તેમને નાના બાળકની જેમ ઉચકી અને પોતાની સાથે લઈ આવ્યા. અહીંથી તેમની જવાબદારી એક સામાજિક સંસ્થાએ સ્વીકારી હતી.
આ ઘટનાથી પોલીસકર્મીની ઉમદા કામગીરીના વખાણ થઈ રહ્યા છે તો વળી વૃદ્ધ સાસુ પર ત્રાસ ગુજારતી પુત્રવધુ પર ફિટકાર વરસી રહી છે. કાંતાબેનેએ હવે આગળનું જીવન વૃદ્ધાશ્રમમાં વિતાવવાનું પસંદ કર્યું છે.
કપરા કાળમાં પણ માતા પિતા એક સાથે ત્રણ ત્રણ સંતાનોને ઉછેરીને મોટા કરે છે, તેમને પગભર કરે છે. પરંતુ ત્રણ સંતાનો સાથે મળીને એક માને સાચવી શકતા નથી. આ વાત તાજેતરની આ ઘટના બાદ સામે આવી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો હતો તેને જોઈ ભલભલાંનું કાળજું કંપી જાય તેમ હતું. પુત્રવધુ વૃદ્ધ સાસુનું માથું જમીન પર પછાડી તેને બેફામ મારે છે અને ઘરમાંથી કોઈ તેને બચાવવા પણ આવતું નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!