અમદાવાદમાં એક દુ:ખદ પ્રસંગે જનારે પરત આવી આ ગામમાં 10 લોકોને લગાડ્યો કોરોનાનો ચેપ

બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસો પહેલા સુધી એક પણ કોરોનાનો કેસ ન હતો અને હવે અહીં 15 કેસ થયા છે. આ કુલ કેસમાંથી 10 વ્યક્તિ એવા છે જેમને એક જ વ્યક્તિ તરફ ચેપ મળ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા અમદાવાદમાં સંબંધીને ત્યાં દુખદ પ્રસંગ બની જતાં પાલનપુરના ગઠામણ ગામના એક વ્યક્તિ ત્યાં ગયા હતા. બેસણામાં જઈને આવેલા આ આધેડના કારણે ગામના 10 લોકો ચેપગ્રસ્ત થયા છે અને તે તમામનો સમાવેશ બનાસકાંઠા જિલ્લાના 15 કેસમાં થાય છે.

image source

પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં આટલા લોકોને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો તેનું કારણ તંત્ર શોધી રહ્યું હતું તેવામાં બહાર આવ્યું કે અહીંના એક વૃદ્ધ અમદાવાદ ખાતે એક બેસણામાં ગયા હતા અને ત્યાંથી તેમને ચેપ લાગ્યો. અમદાવાદથી ચેપ લઈને આવેલા આ આધેડના કારણે ગામમાં અન્ય લોકોને પણ ચેપ લાગ્યો છે.

3 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાયેલા બેસણામાં અહીંના 55 વર્ષના વ્યક્તિ પહોંચ્યા હતા. આ ચેપ તેમને તો લાગ્યો જ પરંતુ સાથે જ તેના પરીવારના સભ્યો અને અન્યને પણ લાગ્યો. તેમના પરીવારમાંથી એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. જો કે સદનસીબે તેમણે બેસણું રાખ્યું નહીં પરંતુ તેમ છતાં પાલનપુર આસપાસના ગામોમાં રહેતા લોકો ખરખરો કરવા આવતાં હતા. જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે તે હવે આ ચેપગ્રસ્ત પરીવારને મળનાર લોકોને સંક્રમણ ન લાગ્યું હોય.