રાજકોટઃ દિયરના લગ્નમાં ભાભીએ લગાવ્યા એવા ઠુમકા કે જેને જોઈને બૉલીવુડની હિરોઇનોને પણ ભૂલી જશો

ઘર માં લગ્ન નો પ્રસંગ હોય એટલે સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિમાં ઉત્સાહ હોય. તેમાં પણ જો લગ્ન દિયરના હોય તો સૌથી વધુ હરખ ભાભીને હોય. દિયર ભાભી નો સંબંધ પરિવારમાં સૌથી ખાસ હોય છે. જેમ ફિલ્મ હમ આપકે હૈ કોનમાં દેખાડવામાં આવ્યો છે તેટલો જ ખાસ સંબંધ હકીકતમાં પણ ઘણા પરિવારમાં દિયર અને ભાભી વચ્ચે હોય છે. જ્યારે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે તેટલું જ ખાસ બોન્ડિંગ હકીકતમાં પણ દિયર અને ભાભી વચ્ચે હોય તો પરિવાર ખરેખર ખુશીઓ નો માળો બની જાય છે. તેમાં પણ આટલા લાડકા દિયર ના લગ્ન હોય તો ભાભી હરખમાં ડાન્સ શા માટે ન કરે ?

image source

આવો જ એક દિયર અને ભાભીના જોરદાર બોડિંગને દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડીયો આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. વિડિયો અંગે જાણવા મળતી માહિતી અનુસાર આ વિડીયો રાજકોટ શહેરનો છે. રાજકોટ શહેરના એક પરિવારમાં જ્યારે લગ્ન નો ઉત્સવ હતો તે સમયે દિયરની જાન લઈને નીકળેલા ભાભી મસ્ત ડાન્સ કર્યો હતો. દિયરના લગ્ન માટે દરેક ભાભીને પ્રિય હોય એવું ગીત ‘લો ચલી મેં’ આ વીડિયોમાં સાંભળવા મળે છે અને આ ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે વરરાજા ના ભાભી.

image source

આમ તો આ વિડીયો ગત વર્ષની લગ્નસરાનો છે. દિયરના લગ્નમાં ભાભી એ ઉત્સાહમાં કરેલા ડાન્સ ના વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દિયર લગ્નના હરખમાં સોળે શણગાર સજીને ભાભી જે ડાન્સ કરે છે તેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના કારણે આ વીડિયોને અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ કોમેન્ટ આવી ચૂકી છે.

આ વિડીયો લોકોને એટલા માટે પણ પસંદ પડી રહ્યો છે કે ભાભી દિયરના લગ્નમાં જે રીતે ડાન્સ કરે છે તેને જોઈ તેના પરિવારના સભ્યો પણ ડાન્સ કરવા મજબૂર થઇ જાય છે. ગીત પર ડાન્સ કરતા કરતા તે પોતાના સાસુ ને પણ પગે લાગી અને ડાન્સ કરવા સાથે લઈ આવે છે ત્યારબાદ પરિવારના બધા સભ્યો ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડીયો જોઈ લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે ભાભી હોય તો આવી.