પત્નીને કહ્યા વિના વર્ષો પહેલા કર્યું હતું જે કામ તેના વિશે થયો ખુલાસો, જાણો કોણે કહી મોટી વાત

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે લોકોને સંબોધિત કર્યા હતા અને તેમણે આ સંબોધનમાં એક સિક્રેટ પણ ખોલી દીધું હતું જેની ચર્ચા હવે એક્સપ્રેસ વે કરતા પણ વધારે જોરશોરથી થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનની એક વાત છે જે તેની પત્ની વર્ષોથી જાણતી નથી.

image source

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે એક ઘટના એવી બની છે જેનો સંબંધ તેની પત્ની સાથે છે અને તેની પત્ની આ વાત જાણતી પણ ન હતી. પરંતુ હવે તેઓ જાણી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે એક માર્ગ પરિયોજના માટે બાધા બનતા તેણે તેના સસરાનું ઘર પણ પડાવી નાખ્યું હતું. તેમણે ખુદ પોતાના સસરાના ઘર પર બુલડોઝર ફેરવી દેવા આદેશ કર્યા હતા

image source

નિતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી ઈંદ્રજીતના વખાણ કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે જે કર્યું તેવું કામ તેઓ પણ કરી ચુક્યા છે. જ્યારે તેમના નવા નવા લગ્ન થયા હતા અને તેમના કામના આડે તેમના સસરાનું ઘર આવી રહ્યું હતું. રસ્તા વચ્ચે સસરાનું ઘર મોટી સમસ્યા હતું અને તેને કેવી રીતે દૂર કરવું તે પણ સમસ્યા બને તે સ્વાભાવિક વાત છે. લોકોને આવજામાં સસરાનું ઘર નડતર હતું. આ સમસ્યા અને ઘરને દૂર કરવું જરૂરી હતું તેથી તેણે તેની પત્નીને જણાવ્યા વિના જ સસરાના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું અને રસ્તાનું કામ પૂર્ણ કર્યું હતું.

image source

આ કામ કરવાથી લોકો માટે આવક જાવકનો રસ્તો ખુલ્લો થઈ ગયો હતો. આવું જ કંઈક મંત્રી ઈંદ્રજીતે પણ કર્યું હતું. કારણ કે એક યોજનામાં તેમના પત્નીનું ઘર આડે આવતું હતું અને તેમણે તે જગ્યા ખાલી કરાવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ તકે કહ્યું હતું કે નેતાઓએ આવું જ કરવું જોઈએ. લોકોએ કોઈપણ ભોગે દબાણને બચાવવું ન જોઈએ.

image source

ટોલ ટેક્સ મામલે પણ તેમણે કહી દીધું હતું કે જો સારી સર્વિસ જોઈતી હોય તો તેના માટે પૈસા પણ સારા આપવા જોઈએ. એસી હોલમાં કાર્યક્રમ કરવો હોય તો કેવી રીતે ભાડુ વધારે આપવું પડે છે તેમ આમાં પણ છે. તેમણે કહ્યું કે મંત્રાલયનું બજેટ 1 લાખ કરોડનું છે પણ રસ્તા બની રહ્યા છે 15 લાખ કરોડના, આ કામમાં રોકાણકારોએ પૈસા રોક્યા છે તો તેમને પાછા તો આપવા પડે ને.