રાજકોટવાસીઓ ખાસ વાંચી લે આ સમાચાર, જાણી લો ચા-પાનની દુકાનો બંધ રહેશે કે નહીં..

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતા વધારે તેવો ઉછાળો નોંધાયો છે. તેવામાં એક મહત્વનો નિર્ણય આજે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસ વધતાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અપીલ કરી છે કે 7 જુલાઈથી ચા-પાનની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખે તેવી અપીલ કરી હતી. આ સાથે જ તેમણે આદેશ કર્યો છે કે સામાજિક અંતર જળવાય તે માટે લોકોએ જે-તે દુકાનેથી પાર્સલ લઈ અને જતા રહેવાનો આગ્રહ રાખવો.

Image Source

રાજકોટ જિલ્લામાં 7 જુલાઈથી ચા-પાનની દુકાનો-રેંકડીઓ વેપારીઓ જાતે બંધ રાખે તેવી અપીલ કરાઈ છે. સાથે જ ગ્રાહકો માટે પણ પાર્સલ લઈને જતા રહેવાની પદ્ધતિ અમલી બનાવવમાં આવી છે. આ સાથે જ સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે રાજકોટ શહેરમાં ચા-પાનની દુકાનો ખુલી રાખી શકાશે. જિલ્લા કલેકટરે ચા-પાનની દુકાનો માટે જાહેર કરેલું આ જાહેરનામું રાજકોટ શહેરમાં લાગુ પડશે નહીં.

Image Source

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 8 દિવસ સુધી ચા-પાનની દુકાનો બંધ કરવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયા હતા. ત્યારબાદ જેતપુર, ધોરાજી, ઉપલેટામાં લોકો સવારથી જ પાન-બીડી, તમાકુ, ફાકી લેવા ફરીથી લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા. જો કે નવો નિયમ જિલ્લા માટે છે અને શહેર માટે નહીં તે સ્પષ્ટતા કરવાની ફરજ પણ તંત્રને પડી હતી.

Image Source

આ અગાઉ ધોરાજીમાં પણ નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને પાન-ચાની દુકાનોના વેપારીઓની બેઠક મળી હતી. જે બેઠક બાદ નિર્ણય લેવાયો હતો કે વેપારીઓએ સવારના 8થી 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખશે અને બપોર બાદ તેઓ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખશે. આ દુકાનો સિવાયની દુકાનો આખો દિવસ ખુલ્લી રહેશે. પાન-ચાની દુકાનો પણ બપોર પછી બંધ એક સપ્તાહ સુધી જ રહેશે.

આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ એ પણ છે કે અનલોક-2 લાગુ થયા બાદ રાજકોટ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસ 200થી વધી ચુક્યા છે. જો કે રાજકોટ શહેરના વેપારીઓને પણ જિલ્લા કલેકટરે અપીલ કરી હતી કે તેઓ સ્વેચ્છાએ જ દુકાનનો સમય ઘટાડે. અથવા તો એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે લોકો કોઈ દુકાને એકત્ર ન થાય.