ભાવ વધારાનો સીલસીલો ચાલુ, જાણો ડીઝલના ભાવમાં કેટલો થયો વધારો

હાલમાં ડીઝલના ભાવ પેટ્રોલના ભાવ કરતા આગળ ચાલી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર વિરોધ જોવો મળી રહ્યા છે. આવા સમયે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે ડીઝલના ભાવમાં ફરી એક વાર અઠવાડિયાના વિરામ પછી 25 પૈસાનો વધારો જોવા મળ્યો છે, પરિણામે હવે ડીઝલનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. મંગળવારના દિવસે દિલ્હીમાં ડીઝલના એક લીટરના ભાવ 80.78 રૂપિયા જેટલા થયા હતા.

Image Source

પેટ્રોલના ભાવ દિલ્હીમાં હજુ પણ 80.43 રૂપિયા

સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ જેવા સ્થાનિક કરના કારણે દરેક રાજ્યમાં ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. છેલ્લા મહિનામાં ડીઝલના ભાવ લગભગ ૨૩ વખત વધારવામાં આવ્યા છે, જ્યારે પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો કરવામાં આવ્યો છે. જો કે આ વધારા અંગે પેટ્રોલના ભાવમાં સતત આઠમાં દિવસે પણ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરિણામે પેટ્રોલના ભાવ દિલ્હીમાં હજુ પણ 80.43 રૂપિયા છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં છેલ્લો વધારો 29 જુનના દિવસે કરાયો હતો. જો કે મંગળવારના દિવસે ડીઝલમાં 25 પૈસાનો જે વધારો કરવામાં આવ્યો છે, આ અંગે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું.

Image Source

પેટ્રોલમાં 9.17 તેમજ ડીઝલમાં 11.39 રૂપિયા વધારો

આપને જણાવી દઈએ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 7મી જુનના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર દૈનિક ફેરફાર શરુ કરાતા પેટ્રોલના ભાવમાં 9.17 રૂપિયા તેમજ ડીઝલમાં 11.39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની દ્રષ્ટીએ જોવા જઈએ તો વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધારે મુંબઈમાં છે. મંગળવારના દિવસે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 87.19 રૂપિયા છે, આ ભાવમાં 29 જૂનથી કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી.

Image Source

ક્રુડના ભાવમાં પહેલા સતત ઘટાડો આવ્યો હતો

આ દરમિયાન ડીઝલનો ભાવ પ્રતિ લીટર 78.83 રૂપિયાથી વધીને 79.05 રૂપિયા જેટલો થયો છે. હાલમાં જ્યારે કોરોના વાઈરસે આખાય વિશ્વના અર્થતંત્ર પર ગંભીર પ્રકારની અસર કરી હતી, ત્યારે ક્રુડના ભાવમાં સતત ઘટાડો આવ્યો હતો, પણ એવા સમયે ભારતમાં ઇંધણના ભાવમાં કોઈ જ પ્રકારની અસર જોવા મળી ન હતી. આપને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં ભારતીય બાસ્કેટ એ પ્રતિ બેરલ 20 ડોલર કરતા પણ વધારે નીચે જતું રહ્યું હતું.

Image Source

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો શરૂ થયા પછી, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 જુનથી વધારો કરવાનું શરુ કર્યું હતું. જો કે વૈશ્વિક સ્તર પર ક્રૂડના પુરવઠામાં મુકાયેલા કાપના પગલે મંગળવારે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. પણ અમેરિકામાં કોરોના વાયરસમાં સતત આવી રહેલા ઉછાળાના કારણે આ ભાવ માર્યાદિત રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત