કોરોનાની ચિંતા કર્યા વગર જ રસ્તા પર ઢળી પડેલા યુવકને ડોક્ટરે કરી આવી જોરદાર મદદ, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

કોરોનાની ચિંતા કર્યા વગર જ રસ્તા પર અચાનક ઢળી પડેલા રાજકોટના યુવકને ડોકટરે માઉથ બ્રીધીંગ આપ્યું

સામાન્ય રીતે ડોક્ટરને આપણે હમેશા ભગવાન સાથે સરખાવતા હોઈએ છીએ. આપણે ડોક્ટરને ધરતી પરના ભગવાન ગણીએ છીએ, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એમને એમ ડોક્ટરને ભગવાનનું બિરુદ નથી આપવામાં આવતું નથી. કોરોના સમયમાં જ્યારે અનેક ડોકટરોએ પાછી પાની કરી લીધી છે. ત્યારે એક ડોકટરે રસ્તા પર ઢળી પડેલા યુવકને કોરોના સમયે પણ જીવનું જોખમ લઈને માઉથ બ્રીધીંગ આપી ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં દર્દીને માત્ર સામાન્ય તાવ આવ્યો હોય એવી સ્થિતિમાં પણ ડોક્ટર કોરોના સમજીને સારવાર કરવાની ના પાડી દેતા હતા. પણ, કહેવાય છે કે માણસાઈ હજુ સાવ મરી પરવારી નથી. અનેક ડોકટરો પોતાના જીવના જોખમેં પણ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટના રેસકોર્સ રોડ પરથી સામે આવ્યો છે, જે મંગળવારના રોજ ઘટી હતી.

માઉથબ્રીધીંગ આપી બચાવવા પ્રયત્ન કર્યો

હાલમાં જ મંગળવારે સામે આવેલી ઘટનામાં રાજકોટના રેસકોર્સ રોડ પર કોઈ યુવક અચાનક જ ઢળી પડતા મોર્નિંગ વોક પર નીકળેલા એક ડોકટર તરત જ મદદ માટે દોડી ગયા હતા. આ દરમિયાન એ યુવકને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હોય એમ લાગતા ડોકટરે કોરોનાના પ્રોટોકોલને અવગણીને પણ એને માઉથ બ્રીધિંગ આપીને એનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. આ ઘટના વિશે એમણે જણાવ્યું હતું કે આ યુવકને કાર્ડીયેક અટેક આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. એમણે એને જોયો અને તેઓ તરત જ એની પાસે દોડી ગયા હતા. એમણે આ યુવકને તરત જ બચાવી લેવા પ્રયત્ન રુપે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)આપવાનું શરુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના મેયરના બંગ્લોની સામે બને હતી.

લોકોને મદદ કરવી એ જ મારું કર્તવ્ય છે

અ અંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું તો કહ્યું હતું કે ‘જ્યારે ઈમરજન્સી હોય છે, ત્યારે ડોક્ટર બધુ ભૂલી જાય છે’, આમ યુવકનો જીવ બચાવનાર અને શહેરની ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા ડોક્ટર અજીતસિંહ વાઢેરે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું ડોક્ટર છું અને લોકોને મદદ કરવી એ જ મારું મુખ્ય કર્તવ્ય છે’. એમણે ઉમેર્યું હતું કે, ‘ઈમરજન્સીની સ્થિતિમાં એક ડોકટર બધુ જ ભૂલી જાય છે અને કોઈ પણ રીતે દર્દીનો જીવ બચાવવાનો છે, માત્ર એટલું જ એને યાદ રહે છે.’

તમામ પ્રયત્નો છતાં જીવ બચાવી શકાયો નહી

ડોકટરે આ અંગે મીડિયાને કહ્યું હતું કે ‘કોવિડના ભયને ભૂલીને મેં તે યુવકને માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપ્યું હતું. તે સમયે હું માત્ર ડોક્ટર જ હતો અને મારો ઉદ્દેશમાત્ર અને માત્ર તેનો જીવ બચાવવાનો હતો’. જો કે આટલું બધું થયા પછી પણ સૌથી દુઃખદ બાબત એ હતી કે, ડોક્ટરોની સાથે અન્ય રાહદારીઓએ પણ યુવકને બચાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. તેમ છતાં યુવકનો જીવ બચાવી શકાયો નહીં અને સારવાર મળે એ પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.

યુવકને અચાનક જ કાર્ડીયેક અટેક આવ્યો હતો

ડોકટરે આ બાબતે જણાવ્યું હતું કે ઘટનાના સમયે અમે તરત જ એ યુવક તરફ દોડયા હતા. જયારે મને સમજાયું કે આ યુવકને કાર્ડિયેક અટેક આવ્યો છે તો હું જરાય સમય વેડફવા માંગતો ન હતો. અમે એને CPR અને છાતી પર દબાણ પણ આપ્યું હતું. ઘટના સ્થળે લોકો જોત જોતામાં ભેગા થઇ ગયા હતા અને ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો. આ દર્દીની ઓળખ ગુલામ હુસૈન તરીકે થઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત