જો તમને પણ મળ્યો હોય ‘TikTok Pro’નો મેસેજ, તો ડાઉનલોડ કર્યા વગર પહેલા વાંચી લો આ માહિતી

શુ તમને પણ મળ્યો છે ‘TikTok Pro’નો મેસેજ ? જો હા, તો ડાઉનલોડ કરતા પહેલા આ ચોક્કસ વાંચી લેજો નહિ તો પસ્તાશો.

થોડા દિવસ પહેલા ભારત સરકારે tiktok સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરી દીધી છે. જેના કારણે tiktok યુઝરનું દિલ તો જાણે તૂટી જ ગયું છે. Tiktok પર વીડિયો બનાવવા અને જોવાના રસિયાઓ હવે tiktok જેવી બીજી એપ શોધી રહ્યા છે. જો તમે પણ આવી કોઈ એપની શોધમાં હોય તો તમને Tiktok Pro વિશે ખબર હશે.

image source

અને તમે પણ જો આ Tiktok pro તરફ ખેંચાયા હોય તો આજે તમે અમારો આ આર્ટિકલ ચોક્કસ વાંચી લેજો. તમને જણાવી દઈએ કે TikTok Pro મેલવેયર(વાયરસ) તમારા ફોનમાંથી માહિતી ચોરી કરી શકે છે. આ એપને WhatsApp પર નકલી વોટ્સ એપ ગ્રુપ બનાવીને ફેલાવવામાં આવી રહી છે. આ નકલી TikTok એક એપના રુપે ફેલાવવામાં આવી રહ્યું છે. આ માહિતી મહારાષ્ટ્ર સાઈબર સેલે શેર કરી છે.

image source

ટિકટોક પર ભારત સરકારે પ્રતિબંધ લાગાવ્યો તે બાદ કેટલાક ટિકટોક લવર તેને વોટ્સ એપ ગ્રુપમાં શેર કરી રહ્યા છે. એટલું જ નહીં પણ લિંકના માધ્યમથી તેને ડાઉનલોડ પણ કરી રહ્યા છે. તે લોકોને એ વાતનો જરાય ખ્યાલ નથી કે આ એક નકલી એપ છે અને તે એક વાયરસ છે.

image source

મહારાષ્ટ્ર સરકારે આ વાયરસ એપથી યુઝર્સને સાવધાની રાખવા માટે એક ચેતવણી જાહેર કરી છે. કારણ કે આ તમારા ફોનમાંથી સંવેદનશીલ માહિતી ચોરી કરે છે. TikTok Pro મેલવેયર એપ અસલ TikTok એપ જેવી જ દેખાય છે. જે તમારા ફોનમાં કેમેરા, ઈમેજ ગેલેરી, માઈક અને અન્ય વસ્તુઓનું એક્સેસ માંગે છે.

image source

તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી 59 એપમાં ટિકટોક લોકોમાં સૌથી વધારે લોકપ્રિય હતું tiktok પર બેન આવતા જ પ્લે સ્ટોરમાં તેના જેવી ઘણી એપ ઉભરાઈ આવી છે. એટલું જ નહીં Facebook અને Instagramએ પણ ટિકટોકની વિકલ્પમાં પોતાના Reels લોન્ચ કર્યુ છે. તેમ છતાં tiktok જેવા ફીચર્સ અન્ય એપમાં ન હોવાના કારણે લોકો આ નકલી એપથી છેતરાઈ રહ્યા છે. એટલે જ સરકારે આ વાયરસથી લોકોને ચેતવવા પડી રહ્યા છે.મહારાષ્ટ્ર સાઈબર સેલે ટ્વીટર પર ટ્વીટ કરી લોકોને આ નવા એપ ટિકટોક સ્કેમ વિશે ચેતવ્યા છે.

image source

તેમને જણાવ્યું છે છે કે કેટલાક લોકો હવે ટિકટોક પ્રો નામની એક મેલવેયર એપને પ્રોત્સાહિત કરવા માટે ટિકટોકની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ છેતરપિંડી કરનારા TikTok Proને બેન કરાયેલા ટિકટોકનો વિકલ્પ ગણાવી રહ્યા છે. તેઓ જુદા જુદા પ્લેટ ફોર્મ દ્વારા ટેક્સ મેસેજ મોકલીને લોકોને આ એપ ડાઉનલોડ કરવા માટે લિંક શેર કરી રહ્યા છે. મેસેજમાં લખ્યું હોય છે કે ટિકટોક વીડિયોની મજા માણો અને નવા વીડિયો બનાવો. હવે ટિકટોક ટિકટોક પ્રોમાં ઉપલબ્ધ છે. નીચેની લિંક ડાઉનલોડ કરો.

સરકારે લોકોને સલાહ આપી છે કે આવી કોઈ લિંક તમારા ફોનમાં આવે તો એ લિંક પર ક્લિક ન કરો. કે પછી એપીકે ફાઈલ ડાઉનલોડ ન કરો કેમ કે તે વાયરસ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત