આ અભિનેત્રીએ સાડી પહેરીને જે કર્યું એ જોઇને તમે પણ રહી જશો દંગ, શું તમે જોયો આ VIDEO?

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ ગુલ પનાગ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બોલિવૂડની માનીતી કલાકારાઓમાંની એક છે.પોતાની ફિટનેસને લઈને તે સતર્ક રહે છે અને સાથે રોજ વર્કઆઉટ પણ કરે છે. સોશ્યલ મીડિયા પર તેઓએ પોતાના વર્કઆઉટને માટેના અનેક વીડિયો અને ફોટોઝ શેર કર્યા છે. પરંતુ હાલમાં ગુલ પનાગનો એક વીડિયો ચર્ચામાં છે. તેમાં તે સાડીમાં પુશ અપ્સ કરી રહી છે. સાડીમાં ગુલ પનાગને પુશ અપ્સ કરતાં જોઈને લોકો દંગ રહી ગયા અને સાથે જ સોશ્યલ મીડિયા પર તેના કામના વખાણ થઈ રહ્યા છે.

image source

સેલેબ્સ પોતાને ફિટ રાખવા માટે કલાકો સુધી વર્કઆઉટ કરે છે. એક્ટ્રેસ ગુલ પનાગ પણ તેમાંથી એક છે. ગુલ પનાગે હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પુશ અપ્સ કરી રહી છે. તમે વિચારશો કે એમાં શુ મોટી વાત છે પણ તેણે જિમના કોશ્ચ્યુમમાં નહીં પણ સાડી પહેરીને પુશ અપ્સ કર્યા છે અને આ કારણે લોકો હેરાન તો છે અને સાથે ગુલ પનાગની ચર્ચા કરી રહ્યા છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

image source

ગુલ પનાગે આ વીડિયો શેર કરતાં લખ્યું કે ક્યાંય પણ ક્યારેય પણ, આ સાથે તેઓએ હેશટેગ સાથે સેટ લાઈફ, એક્ટર લાઈફ, રીલ્સ, રીલ ઈટ ફીલ ઈટ, રીલ કરો ફીલ કરો લખ્યું છે. પુશ અપ્સનો આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં સરવાઈવર બેંડનો આઈ ઓફ ટાઈગર સોન્ગ ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag)

આ પહેલાં પણ ગુલ પનાગે અનેક વીડિયો શેક કર્યા છે. અનેક રીતના સ્ટીરિયોટાઈપને તોડવાનું ગુલનું ફેવરિટ કામ છે. તે હંમેશા પોતાના ફેન્સને સરપ્રાઈઝ કરે છે અને આ વીડિયોની મદદથી તેઓએ એ બતાવવાની કોશિશ કરી છે કે કોઈ પણ કપડામાં પોતાને ફિટ રાખવા માટે કસરત કરી શકાય છે.

image source

વર્ક ફ્રંટની વાત કરીએ તો ગુલને છેલ્લી વાર વેબ સીરિઝ દ ફેમિલી મેનમાં જોવામાં આવી હતી. આ સીરીઝમાં તેમના કામને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસે જુર્મ, ડોર, ધૂપ, મનોરમા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત