બ્લેક અને વ્હાઈટ હેડ્સની સમસ્યાથી રાહત જોઈએ તો આજે જ કરી લો કામ

સીઝન કોઈ પણ હોય દરેક યુવતીઓ અને મહિલાઓ પણ પોતાની સ્કીનને લઈને ખૂબ જ સજાગ બની છે. તેઓ પોતાની સ્કીનને સુંદર દેખાડવા માટે અનેક ઉપાયો કરતી હોય છે ત્યારે તેઓ કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદ પણ અચૂક લઈ લે છે. મહિલાઓ અને યુવતીઓને જો કોઈ ખાસ સમસ્યા હેરાન કરી રહી હોય તો તે બ્લેક અને વ્હાઈટ હેડ્સની છે.

image source

આ માટે તેઓ ક્યારેક સ્ટીમ અને ક્રીમનો ઉપયોગ જાતે કરી લેતી હોય છે. આજે અમે તમને એેવો નુસખો જણાવી રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી તમારા ચહેરા પરના બ્લેક અને વ્હાઈટ હેડ્સને દૂર કરી શકો છો.

image source

કેટલાક બ્યૂટી એક્સપર્ટ્સ મેથાના દાણાનો ઉપાય કરવાનું સૂચવે છે. તો જાણો તમે ઘરે જાતે જ કઈ રીતે બ્લેક અને વ્હાઈટ હેડ્સથી છૂટકારો મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો.

આ દેશી રીતે મળશે રાહત

image source

મેથીના દાણાનો ઉપયોગ કરવા માટે તમારે તેને સૌ પહેલાં પાણીમાં પલાળીને રાખવા અને થોડા સમય બાદ મેથીના દાણાને પીસી લેવા. હવે તેની એક પેસ્ટ બનશે. આ પેસ્ટને તમે બ્લેક કે વ્હાઈટ હેડ્સ પર લગાવી લો. તેને હવે સૂકાય ત્યાં સુધી રહેવા દો.

image source

લગભગ 25 મિનિટ બાદ તમારી પેસ્ટ સૂકાઈ જશે. હવે તેને હળવા હાથે મસાજ કરો. જ્યારે તમારી પેસ્ટ જાતે જ ઉખડવા લાગે ત્યારે તમારા ચહેરાને ઘસીને ઠંડા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં 2-3 વાર કરવાથી તમને બ્લેક અને વ્હાઈટ હેડ્સની સમસ્યાથી સરળતાથી છૂટકારો મળશે અને તમારો ચહેરો ચમકવા લાગશે.

image source

તો હવે રાહ કોની જુઓ છો. કોરોનામાં ક્યાંય બહાર જવાની જરૂર નથી અને ન તો કોઈ બ્યુટી એક્સપર્ટની. તમે પોતે જ તમારા એક્સપર્ટ બનો અને આ સરળ ઉપાયને ઘરે જ અજમાવીને બની જાઓ બ્યુટી ક્વીન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત