વડોદરાથી પહેલી વાર કોઈ મહિલા MLA મંત્રી બનશે, યોગેશ પટેલનું પત્તું કપાયું

છેલ્લા અમુક દિવસોથી ચકડોળે ચડેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નિમણૂંકને આખરી ઓપ અપાઈ ગયો છે, સંપૂર્ણ મંત્રીમંડળ નવું બનશે એવા અહેવાલો વચ્ચે મહિલા ધારાસભ્યોને પણ આ કેબિનેટમાં સ્થાન અપાશે તેવી ધારણા હતી જે સાચી પડી છે. વડોદરામાંથી પ્રથમ વખત કોઈ મહિલાને મંત્રીમંડળમાં પદ મળવા જઈ રહ્યું છે. ધારાસભ્ય મનીષા વકીલને નવી કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે.

image source

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે.

રાજ્યોના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી પર ભાર મૂકવામાં આવતાં સાત ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલને અઢી વર્ષમાં જ મંત્રીપદ ગુમાવવું પડશે. વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એવું પણ જાણવામાં આવ્યું છે કે નવા મંત્રીઓને પોર્ટફોલિયો પણ આજે જ આપી દેવામાં આવશે.

image source

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.આ સ્થિતિમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી થઇ છે અને વિધાનસભાની ચૂંટણી પૂર્વેના મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અંગેની ભાજપ મોવડી મંડળે રણનીતિ અમલમાં મૂકવાનો સ્પષ્ટ સંકેત આપી દેતાં ભાજપમાં છૂપો અસંતોષ ફાટી નીકળ્યો છે.

વડોદરાના યોગેશ પટેલને પણ અન્ય મંત્રીઓની જેમ રિપીટ કરવાના નથી તેવી જાણ કરવામાં આવી હતી અને તેમની ઓફિસ પણ ખાલી કરવા માટેની માહિતી આપી દેવાઈ છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળ ની શપથવિધિ બુધવારે કરવાનું નક્કી પણ થયું હતું પરંતુ નો રિપીટ થિયરીમાં પૂર્વ મંત્રીઓમાં વ્યાપેલી નારાજગીથી ભડકો થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે નારાજ મંત્રીઓનો જમાવડો લાગ્યો હતો અને ખબર છે ત્યાં સુધી આંતરિક અસંતોષને ડામવા માટે વિજય રુપાણીને જ હાઈકમાન્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી.

image source

વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યનો સમાવેશ નવા મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નો રિપીટ થિયરીને લાગુ કરવામાં આવી છે ત્યારે પાર્ટી હાઈ કમાન્ડના આ નિર્ણયને રૂપાણી સરકારમાં પ્રધાન પદે રહેલા સિનિયર મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આવકાર્યો છે. પાર્ટીએ જે નો રિપિટેશનની થીયરી રાખી છે તેને આવકારવા અપીલ પણ કરી છે. આ સિવાય રુપાણીના રાજકોટથી ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ થયો છે..ત્યારે તેઓના ચહેરા પર ખુશી જોવા મળી..તેમજ પાર્ટી હાઈ કમાન્ડનો આભાર માન્યો .

image soure

કોંગ્રેસમાંથી મોરબીથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ લોટરી લાગી છે. તેમને પણ પ્રધાન પદ માટે સી.આર. પાટીલનો કોલ આવતા તેઓના ચહેરાની ખુશી બેવડાઈ ગઈ હતી અને તેઓએ પાર્ટી હાઈકમાન્ડનો આભાર માની પાર્ટી જે કોઈ કામગીરી સોંપશે તે કામગીરી સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.