નો રિપિટ થેરાપી થઈ લાગૂઃ જુઓ કેવી છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમ અને કોને કોને મળ્યું કેબિનેટમાં સ્થાન

રવિવારે રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદથી તેમના નવા મંત્રીમંડળ અંગે ચર્ચાઓ શરુ થઈ હતી. આજે નવા મંત્રીમંડળ પરથી પણ પડદો ઊઠી ગયો છે. નવા મંત્રીમંડળમાં સંપૂર્ણપણે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. ગઈકાલે નેતાઓની નારાજગીના કારણે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આજે નેતાઓની નારાજગી વચ્ચે પણ રાજભવન ખાતે નવા મંત્રીઓએ શપથ લીધા હતા.

  • ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
  • ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
  • કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
  • નરેશ પટેલ, ગણદેવી (st )
  • કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
  • જીતુ ચૌધરી ( કપરાડા ) ST
  • હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
  • મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
  • દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
  • વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
  • જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
  • અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
  • રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
  • બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
  • દેવા માલમ ( કેશોદ) કોળી
  • કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
  • આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
  • જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
  • જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
  • નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
  • પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
  • અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
  • કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
  • મનીષા વકીલ : SC
image soucre

શું છે ‘નો રિપીટ થિયરી’ અને ક્યારે ક્યારે થઈ છે લાગુ

  • – ‘નો રિપીટ થિયરી’ એટલે એકવાર પણ મંત્રી રહી ચુકેલા નેતાઓને આ વખતના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવે નહીં.
  • – 2007માં વિધાનસભામાં સીએમ મોદીએ નો રિપીટ થિયરી અમલમાં મુકી હતી.
  • – લોકસભા ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી હતી
  • – ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભામાં પણ નો રિપીટ થિયરી અમલમાં હતી.
  • – લોકોમાં કોઈના કાર્યકાળમાં રોષ હોય તો તેને ખાળવા માટે ભાજપ નો રિપીટ થિયરી અપનાવે છે
  • – અત્યાર સુધી ભાજપને દર વખતે નો રિપીટ થિયરીથી થયો છે ફાયદો