વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મેન ગેટ પાસે ક્યારેય ન રાખવી જોઈએ આ ૪ વસ્તુઓ, ઘરમા આવી શકે છે ગરીબી…

મિત્રો, દરેક વ્યક્તિ સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવવા ઈચ્છે છે પરંતુ, ઘણીવાર આપણા ઘરમા પડેલી અમુક વસ્તુઓ આપણા ઘરમા નકારાત્મક ઉર્જા ફેલાવવા માટેનુ કારણ બને છે. ઘણીવાર આ નેગેટીવ એનર્જી એ આપણી સંપત્તિ અને આવકના કાર્યમા અનેકવિધ પ્રકારના અવરોધ ઉભા કરે છે. આ કારણોસર આપણે આપણી અપેક્ષિત ધનની આવક પ્રાપ્ત નથી કરી શકતા અને પરિણામે આપણે અનેકવિધ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણીવાર ધન-સંપત્તિ અને આવકના સ્ત્રોત વધુ હોવા છતા ઘરમા ધન ટકતુ નથી. એવુ કહેવામા આવે છે કે, ઘણીવાર આ પાછળ ઘરની અમુક ચીજવસ્તુઓ પણ જવાબદાર સાબિત થઇ શકે છે. આ વસ્તુઓ ધન અને સંપત્તિના સંચયને અટકાવે છે. જો તમે તમારા ઘરમા ધનને ટકાવી રાખવા ઈચ્છતા હોવ તો તમારે ઘરની નકારાત્મક વસ્તુઓને દૂર કરવી. તો ચાલો જાણીએ કે, કઈ છે આ વસ્તુઓ.

બંધ પડી ચુકેલી ઘડિયાળ :

image source

વાસ્તુ પ્રમાણે ઘરમા આ વસ્તુ રાખવી અત્યંત અશુભ સાબિત થાય છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા આ વસ્તુ હોય ત્યા નકારાત્મક ઉર્જા અવશ્યપણે રહે છે. આ ઉર્જાના કારણે તમારા ઘરમા સંપત્તિના યોગ બનતા નથી. આ ઘરમા આ વસ્તુ દૂર કરવી અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. જો તમે આ ઘડિયાળ રાખવા ઈચ્છતા હોવ તો તેની મરામત કરાવીને રાખવી.

તૂટેલા ચંપલ :

image source

જો તમે ઘરમા રહેલી તૂટેલી ચપ્પલ રાખો તો તમારે આર્થિક નાણાભીડની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ પ્રમાણે જો ઘરના મુખ્ય સભ્યનુ ચપ્પલ ક્યાંયથી તૂટેલુ હોય તો તમારા ઘરમા ગરીબી આવી શકે છે એટલે વાસ્તુ પ્રમાણે તૂટેલી ચંપલો તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

ફાટેલુ પગ લુંછવા માટેનુ આસન :

image source

એવી પૌરાણિક માન્યતાઓ છે કે, જો ઘરમા કોઈપણ જગ્યાએ પગ લુંછવાનુ ફાટી ગયેલુ આસન હોય તો માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઇ જાય છે અને તે તમારા ઘરમા વાસ કરતા નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમા ક્યારેય ભૂલથી પણ આ ફાટેલુ પગ લુંછવા માટેનુ આસન રાખવુ જોઈએ નહિ નહીતર તમારા ઘરની ગરીબી ક્યારેય પણ દૂર થશે નહિ અને તમારે આવનાર સમયમા અનેકવિધ દુઃખો નો સામનો પણ કરવો પડી શકે છે.

લાકડા ની ઢગલી :

image source

સામાન્ય રીતે લોકો ઘરના એક ખૂણામા લાકડાની ઢગલી કરીને મૂકી દે છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લાકડાની આ ઢગલીને ઘરમા અશુભ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જો આમ કરવામા આવે તો ઘરમા વાદ-વિવાદ શરુ થઇ જાય છે અને ઘરનુ વાતાવરણ અશાંત રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત